મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીમાં નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં દેકારો કરતાં ચાર શખ્સોને રોકવા ગયેલા કર્મચારીને માર માર્યો
SHARE
મોરબીમાં નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં દેકારો કરતાં ચાર શખ્સોને રોકવા ગયેલા કર્મચારીને માર માર્યો
મોરબીના બાયપાસ રોડ ઉપર અમરેલી ગામની સીમમાં આવેલ નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં ચારેય શખ્સો મોટેથી દેકારો કરતાં હતા જેથી તેને દેકારો કરવાની સ્ટાફે ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેને સિનેમાના સ્ટાફને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ ઉતર પ્રદેશના પ્રતાપગઢ જીલ્લામાં આવેલા બહુચરા ગામના રહેવાસી અને હાલમાં અમરેલી ગામની સીમ મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર નેક્ષસ સીનેમાના સ્ટાફ કવાર્ટરમાં રહેતા રાહુલસિંગ તેજપ્રકાસસિંગ ઠાકોર જાતે ક્ષત્રીય (ઉ.૩૧) એ હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા અને વિમલ હરજીભાઇ ભુવા રહેવાસી બંને હળવદ તથા અન્ય બે અજાણ્યા ઇસમો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમરેલી ગામની સીમમાં આવેલ નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં ચારેય શખ્સો મોટેથી દેકારો કરતાં હતા જેથી તેને દેકારો કરવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેને જેમફાવે તેમ ગાળો આપી ફરિયાદી યુવાનને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તે બહાર નીકળશે ત્યારે જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે