મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના માળિયા અને વાંકાનેરમાંથી ૧૩૦૦ લિટર દેશીદારૂ ઝડપાયો


SHARE











મોરબીના માળિયા અને વાંકાનેરમાંથી ૧૩૦૦ લિટર દેશીદારૂ ઝડપાયો

મોરબીના માળીયા અને વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર ઘોંસ બોલાવવામાં આવી હતી જેમા માળિયા પંથકમાં દેશીનું હબ ગણાતા નવાગામમાંથી ૮૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ચાલુ હાલતમાં ગૃહઉદ્યોગની જેમ ધમધમતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડવામાં આવી હતી અને એક બુટલેગરને પકડી પાડવામાં આવેલ છે તે રીતે જ વાંકાનેર સીટી વિસ્તારમાંથી પણ ૫૦૦ લીટર દેશી દારૂ સાથે મુળ ચોટીલાના કુંભારા ગામના બે બુટલેગરને પકડી પાડીને તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે (!) માળીયાના નવાગામમાં તળાવના કાંઠે બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી છે તેથી મળેલી બાતમીના આધારે ત્યાં રેડ કરતા ચાલુ હાલતમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી અને ત્યાંથી કુલ ચાર બેરલમાં ભરેલો દેશી દારૂ બનાવવાનો ૮૦૦ લીટર આથો કિંમત રૂા.૧૬૦૦ નો જથ્થો મળી આવ્યો હતો અને તેની સાથે રફીક રાયબ જેડા મિંયાણા (૨૭) રહે.નવાગામ માળીયા મીંયાણા વાળો મળી હોય તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે વાંકાનેરની અમરનાથ સોસાયટી પાસે નેશનલ હાઇવે ઉપરથી નીકળતી ટાવેરા ગાડી નંબર જીજે ૨૩ એચ ૧૮૧૧ ને અટકાવીને તેની તલાશી લેતા કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી રૂપિયા ૧૦ હજારની કિંમતનો દેશીદારૂ અને એક લાખની ટ્રાવેરા એમ કુલ મળીને ૧.૧૦ લાખના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી મયુર બાબુ સારોલા કોળી (૧૯) રહે.કુંભારા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર તેમજ સંજય ધનજી અઘારા કોળી (૨૨) રહે.કુંભારા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળાઓને દબોચ્યા હતા તેઓ ચોટીલાથી અહીં કોને માલ દેવા આવ્યા હતા..? તે દિશામાં વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વિદેશી દારૂ સાથે બે પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાર સામાકાંઠે લખધીરગેટ પોલીસ ચોકી પાસે વોચમાં હતો તે દરમિયાનમાં નીકળેલ સ્કુટરને અટકાવીને તલાશી લેવામાં આવતા તેમાંથી બે બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂપિયા ૭૫૦ ની કિંમતનો વિદેશીદારૂ તથા ૨૫ હજારની કિંમતનું સ્કુટર એમ કુલ ૨૫,૭૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે શબ્બીર કાસમ મોવર જાતે મિંયાણા (૨૫) ધંધો ડ્રાઇવિંગ અને નવઘણ હિન્દુ ખીંટ ભરવાડ (૨૨) ધંધો ડ્રાઇવિંગ બંને રહે.ઈન્દીરાનગર અબ્બાસભાઈની દુકાન પાસે મોરબી-૨ વાળાઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેઓની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.






Latest News