મોરબી યાર્ડમાં આગ લાગવાથી ખેડૂતોને થયેલ નુકશાનનું ૨૭ લાખથી વધુનું વળતર ચૂકવાયું: બ્રિજેશભાઇ મેરજા
SHARE
મોરબી યાર્ડમાં આગ લાગવાથી ખેડૂતોને થયેલ નુકશાનનું ૨૭ લાખથી વધુનું વળતર ચૂકવાયું: બ્રિજેશભાઇ મેરજા
મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પહેલા આગ લાગવાના કારણે ખેડૂતોનો મોટો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જેથી કરીને માર્કેટિંગ યાર્ડ દ્વારા તાત્કાલિક નિર્ણય કરીને ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું છે અને આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં ખેડૂતોને વળતર માટેના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે મળીને ૪૩ ખેડૂતોને ૨૭ લાખથી વધુની રકમ ચૂકવવામાં આવી છે
મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પહેલા આગ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગામડેથી કપાસ વેચવા માટે લઈને આવેલા ખેડૂતોનો મોટો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને ત્યારે મોરબી માર્કેટ યાર્ડની મુલાકાત લેનારા રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને વર્તમાન વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયાએ ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવાઇ જશે તેવી બાંહેધરી આપી હતી અને આ અકસ્માતમાં બનાવને લગભગ એક પખવાડિયા જેટલો સમય નથી થયો ત્યાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને તેના બળી ગયેલા કપાસ માટે ટેકાના ભાવ મુજબ નહીં પરંતુ બજાર કિંમત મુજબ વળતર ચૂકવી દેવામાં આવ્યું છે
મોરબી માર્કેટિંગ યાર્ડના મગનભાઇ વડાવિયા પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે માર્કેટીંગ યાડૅ ૪૩ જેટલા ખેડૂતોને ૨૭ લાખથી વધુનું વળતર ખેડૂતોને ચૂકવી દીધૂ છે અને આ ખેડૂતોને ટેકાના ભાવ મુજબ નહીં પરંતુ બજાર કિંમત મુજબ વળતર આપવામાં આવ્યું છે જેથી કરીને ખેડૂતોએ પણ સંતોષની લાગણી વ્યક્ત કરી છે અને આ તકે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં જે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ખેડૂતોને નુકસાન થયું હતું તેનું તાત્કાલિક વળતર ચૂકવીને મોરબી માર્કેટિંગ યાર્ડએ જે કાર્ય કર્યું છે તે સમગ્ર ગુજરાતને પ્રેરણા મળે તેવું કાર્ય કરેલ છે
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગિયા, આપાભાઈ કુંભારવાડિયા, પ્રભુભાઈ કામરિયા, કિરીટભાઇ અંદરપા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડના ડીરેકટર કેશુભાઈ રૈયાણી તેમજ યાર્ડના અન્ય ડિરેક્ટરો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ખેડૂતોને તેઓના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા