મોરબી યાર્ડમાં આગ લાગવાથી ખેડૂતોને થયેલ નુકશાનનું ૨૭ લાખથી વધુનું વળતર ચૂકવાયું: બ્રિજેશભાઇ મેરજા
હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છરી ઝીકિ
SHARE









હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છરી ઝીકિ
હળવદ લક્ષ્મીનારાયણ ચોક પાણીની પરબ પાસે એક યુવાન ઊભો હતો ત્યારે અગાઉના ઝઘડાનો ખાર રાખીને એક શખ્સે તેને લાફા ઝીકિ દીધા હતા અને તેને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે યુવાનને ગાળાના ભાગે છરી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં મોરબી દરવાજા બહાર આવેલા કણબીપરામાં રહેતા યશ ઉર્ફે ગૌતમભાઇ જયંતીભાઇ ગોઠી જાતે પટેલ (ઉ.૧૮)એ હાલમાં દેવર્સી હિતેશભાઇ રાવલ રહે. દરબાર નાકે, હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ લક્ષ્મીનારાયણ ચોક પાણીની પરબ પાસે તે હતો ત્યારે આરોપીએ અગાઉના ઝઘડાની અદાવત રાખી તેના ગાલે બે થી ત્રણ લાફા મારી ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદી યુવાને ગાળો બોલવાની ના કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની પાસે નેફા રહેલી છરી કાઢીને તેને ફરીયાદી યુવાનને ગળાના નિચેના ભાગે ડાબી બાજુ એક ઘા દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
