હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છરી ઝીકિ
વાંકાનેર પંથકમાં દારૂની રેલમછેલ - 500 લિટર દેશી દારૂ સાથે બે શખશો ઝડપાયા
SHARE









વાંકાનેર પંથકમાં દારૂની રેલમછેલ - 500 લિટર દેશી દારૂ સાથે બે શખશો ઝડપાયા
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર વિસ્તારમાં સમયાંતરે દેશી વિદેશી દારૂ ઝડપાતો રહે છે ત્યારે વધુ 500 લિટર દેશી દારૂ સાથે ચોટીલા તાલુકાના બે શખ્શો ને વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં.
વાંકાનેર પંથકમાં અવાર નવાર દારૂ ઝડપાવાનાં સમાચારો પ્રકાશિત થતાં રહે છે, પોલીસ પણ અવાર નવાર બુટલેગરોને ઝડપી પાડે છે તેમ છતાં વાંકાનેર વિસ્તારમાં દેશી વિદેશી દારૂનાં બુટલેગરો દ્વારા દારૂની હેરફેર ચાલુ જ રહે છે, ચોટીલા તાલુકાના કુંભારા ગામનાં બે શખ્શો ટવેરા કારમાં દેશી દારૂ 500 લિટરનાં જથ્થા સાથે પસાર થતાં હતાં એ દરમ્યાન વાંકાનેરની અમરનાથ સોસાયટી પાસેથી ઝડપાઈ ગયા હતાં, આરોપી મયુર બાબુ સારોલા તથા સંજય ધનજી અઘારાને વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
