વાંકાનેર પંથકમાં દારૂની રેલમછેલ - 500 લિટર દેશી દારૂ સાથે બે શખશો ઝડપાયા
હળવદમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા
SHARE









હળવદમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા
હળવદમાં મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો છે અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી છે જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી છે અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે
મુળ સાપકડાના જેમાભાઈ રૂપાભાઈ કોળી જે હાલમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં રહે છે અને તે અપરણિત ભાઈઓ માતા સાથે રહેતા હતા અને થોડા દિવસો પહેલાં જ માતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ કોળીની હત્યા કરવામાં આવી છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પીઆઈ એ.એ. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને પીએમ માટે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ બનાવ બાદ બાજુમાં રહેતાં પરીવારના લોકો ત્યાં હાજર ન હોવાથી તેના ઉપર હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી છે
