વાંકાનેરમાં રવિવારે ચુવાળિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન માટે મિટિંગ યોજાશે
SHARE
વાંકાનેરમાં રવિવારે ચુવાળિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન માટે મિટિંગ યોજાશે
વાંકાનેર ખાતે જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર સાતમા સમૂહ લગ્ન અંગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે યોજાતા ચુવાળિયા ઠાકોર સમાજના સમૂહ ગત વર્ષે કોરોનાની મહામારી ધ્યાને લઈ મોકૂફ રાખવામાં આવ્યા હતા હાલ કોરોના ધીમો પડતા આ વર્ષે સાત દંપતિઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની મિટિંગ તા: ૨૧ નવેમ્બર રવિવારના રોજ સાંજે ૪ કલાકે રાજકોટ રોડ પર આઈ.ટી.આઈની બાજુમાં આવેલ વેલનાથ દાદાના મંદિર ખાતે રાખવામાં આવી છે જેમાં સમૂહ લગ્નમાં ભાગ લેવા માંગતા દંપતિઓના વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે મીંટીગમાં હજાર રહેવ તેમજ વધુ માહિતી માટે રમેશભાઈ કણજરીયા-૯૫૩૭૩૦૭૬૦૭, ભગવાનજીભાઈ પરમાર- ૯૫૭૪૦૬૬૩૪૦, રામભાઈ માણસૂરિયા- ૯૯૭૮૩૧૫૫૧૫, ચેતનભાઈ જોગડિયા-૯૬૬૨૦૮૦૯૧૩ નો સંપર્ક કરવા સમૂહ લગ્ન સમિતિની યાદીમાં જણાવ્યું હતું