વાંકાનેરમાં રવિવારે ચુવાળિયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન માટે મિટિંગ યોજાશે
મોરબી સબ જેલમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી સબ જેલમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કાર્યક્રમ યોજાયો
મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા સબ જેલ મોરબી ખાતે વ્યસનની જાગૃતિ અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જેલના તમામ કેદીઓ તથા સ્ટાફને ડીસ્ટ્રીક્ટ ટ્રેનીંગ ઓફિસર ડો.ધવલ રાઠોડ દ્વારા પી.પી.ટી.ના માધ્યમથી તમાકુના વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો, તથા ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં વ્યસનનું પ્રમાણ તથા વ્યસન છોડવા અંગેના પગલા જેવા વિવિધ મુદ્દાઓ વિશે માર્ગદશન આપવામાં આવેલ હતું ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા તમાકુ નિયંત્રણ અંગેના કાયદા અને તેની અમલવારીને લગતી માહિતી આપી હતી આ કાર્યક્રમના અંતે સબ જેલ મોરબીના અધિક્ષક એલ.વી.પરમારએ દરેક કેદીઓ તથા સ્ટાફને વ્યસનથી મુક્ત બનવા તથા પોતાના પરિવારને અને સમાજને વ્યસનમુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો.