મોરબી સબ જેલમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કાર્યક્રમ યોજાયો
હળવદમાં ઘોડીપાસાનો જુગાર રમતાં ૧૦ ઝડપાયા
SHARE
હળવદમાં ઘોડીપાસાનો જુગાર રમતાં ૧૦ ઝડપાયા
હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ બસ સ્ટેશન પાછળ મકાનમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રહેણાક મકાનમાં રેડ કરી હતી ત્યારે ઘોડીપાસાના જુગાર રમતાં ૧૦ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૪૯૦૦ રૂપિયાના મુદામાલને કબજે કરવામાં આવેલ છે
હળવદ શહેરના બસ સ્ટેશન પાછળ જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના પી.એસ.આઈ એન.બી ડાભીને મળી હતી જેના આધારે એલ.સી.બી.ની ટીમે દિલીપભાઈ જેઠાભાઇ પુરાણીના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ઘોડીપાસાનો જુગાર રમતા ૧૦ શખ્સો ૮૪૯૦૦ ના મુદામાલ સાથે પકડાય હતા જેથી કરીને પોલીસે ગોવિંદભાઈ મોહનભાઈ પરમાર, વિજયભાઈ પ્રેમજીભાઈ મોરી, વિજયભાઈ મનસુખભાઈ વાઘેલા, વિશાલ ઉફે ભોડી પ્રવીણભાઈ બાબરીયા, ગીરીશભાઈ જગદીશભાઈ પરમાર, સોહિલ મહમદભાઈ નામોરી, કાંતિભાઈ નાનજીભાઈ પરમાર, દિલીપભાઈ મનસુખભાઈ રાઠોડ અને જશુભાઈ ગલાભાઈ રાઠોડનો સમાવેશ થાય છે જો કે, મકાન માલિક દિલીપભાઈ જેઠાભાઇ પુરાણી નાસી છૂટયો હતો તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે