મોરબીમાં કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવક યુવતીઓ માટે ફ્રી મોક ટેસ્ટનું આયોજન
SHARE
મોરબીમાં કોન્સ્ટેબલની તૈયારી કરતા યુવક યુવતીઓ માટે ફ્રી મોક ટેસ્ટનું આયોજન
પોલીસ વિભાગમાં વીશાળ ભરતી અનુસંધાને મોરબીની નામાંકિત નવયુગ કરીઅર એકેડમી દ્વારા કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી મોક ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવેલ છે જેનો મોરબીમાં તમામ તૈયારી કરતા યુવક યુવતીઓ લાભ લઇ શકે છે અને આની કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી
આ મોક ટેસ્ટ ઓએમઆર પધ્ધતિ તેમજ માઇનસ સિસ્ટમ મુજબ લેવામાં આવશે તેમજ ૨૦૦ સ્ટુડન્ટ્સની મર્યાદા હોઈ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે આ ટેસ્ટ સિરીઝથી વિદ્યાર્થીઓ પોતાનું સ્વમુલ્યાંકન કરી શકે જેથી કરીને હવે પછી કેવી તૈયારી કરવી તે બાબતે વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે છે અને કોઈ વિદ્યાર્થીને રીડીંગ માટે લાઇબ્રેરીનો ઉપયોગ કરવો હોય તો તેની પણ કોઈ પણ પ્રકારની ફી રાખેલ નથી અને લાઇબ્રેરી ૨૪ કલાક ખુલી રહે છે આ ટેસ્ટ માટેનું રજીસ્ટ્રેશન ૯૭૨૭૨ ૪૭૪૭૨ નવયુગ કરીઅર એકેડમી રવાપર રોડ મોરબી ખાતે કરાવવાનું રહેશે