મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩ માર્ચે ૩ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાશે; તૈયારીઓને આખરી ઓપ અપાયો


SHARE











મોરબીમાં ૨૩ માર્ચે ૩ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાશે; તૈયારીઓને આખરી ઓપ અપાયો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજકેટ પરીક્ષામાં મોરબી જિલ્લામાં તા. ૨૩/૩ ના રોજ ત્રણ સેશનમાં યોજાશે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારી કે.એમ. મોતાની દેખરેખ હેઠળ મોરબી જિલ્લાની ગુજકેટની પરીક્ષા યોજવાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં મોરબી સેન્ટર ખાતે કુલ ૧૦ પરીક્ષા સ્થળો પર પરીક્ષા યોજાશે, જેમાં ૧૦૯ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૧૫૯ બોયઝ અને ૯૮૭ ગર્લ્સ મળી કુલ કુલ ૨૧૪૬ ઉમેદવારો પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A ના ૭૩૩ ઉમેદવાર અને ગ્રુપ B ના ૧૪૧૧ ઉમેદવાર તથા ગ્રુપ AB ના ૦૨ ઉમેદવાર આ પરીક્ષા આપશે. આ પરીક્ષા ત્રણ સેશનમાં યોજાશે, જેમાં પ્રથમ સેશન સવારે ૧૦:૦૦ થી ૧૨: ૦૦ દરમિયાન, બીજું સેશન ૧૩:૦૦ થી ૧૪:૦૦ દરમિયાન અને ત્રીજું સેશન ૧૫:૦૦ થી ૧૬:૦૦ દરમિયાન રહેશે. પી.વી. અંબરિયા પરીક્ષા સંચાલન અંગે માર્ગદર્શનની અને બી. એલ. ભાલોડિયા ઝોનલ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત પરીક્ષા સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા દ્વારા પરીક્ષા સ્થળ પરના ઓબ્ઝર્વર, સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિઓને તાલીમ યોજી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.






Latest News