મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક શનાળા પાસે કારના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી-દીકરીને ગંભીર ઇજા


SHARE













મોરબી નજીક શનાળા પાસે કારના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી-દીકરીને ગંભીર ઇજા

 મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામથી આગળના ભાગમાં ફોરવિલ કારના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું જેથી કરીને દંપતી અને તેની દીકરીને શરીરે નાનીમોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાંકાનેર દરવાજા પાસે બોરિચા વાસમાં રહેતા વિજયભાઈ નારણભાઈ હાડા જાતે ખવાસ રજપૂત (ઉમર ૩૭) પોતાના પત્ની સંધ્યાબેન તથા તેની દીકરી નિધિને બાઇક નંબર જીજે ડીએલ ૦૩૬૫ ઉપર બેસાડીને મોરબીના સનાળા ગામ પાસે આવે સંગમ વોટરપાર્ક પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં ફરિયાદી વિજયભાઈને માથામાં તેમજ હાથમાં કોણીના ભાગે ઇજાઓ થઇ હતી અને તેની દીકરી નિધિને ડોકના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને નવ ટાંકા આવ્યા હતા અને તેમની પત્ની સંધ્યાબેનને પણ નેણ ઉપર ઇજા થયેલ હોવાથી ત્રણ ટાંકા આવ્યા હતા આ બનાવની વિજયભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી કારના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અક્સમાત 

ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે એસ્સારના પેટ્રોલ પંપની સામેના ભાગમાં શિવ પેલેસ હોટેલ બાજુ જઈ રહેલા વિઠ્ઠલભાઈ પરસોતમભાઈ પટેલ (ઉંમર ૫૧) રહે. મીતાણા પ્રભુનગર વાળાના બાઇક નંબર જીજે ૩ એફઆર ૬૩૨૩ ને ઇકો કાર નંબર જીજે ૧૧ એબી ૭૧૩૪ ના ચાલકે અડફેટે લીધૂ હતું જેથી કરીને તેઓ અને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હોય તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ઈજાગ્રસ્ત થયેલા વિઠ્ઠલભાઈ દ્વારા ઇકો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટેન્કરમાં નુકશાન 

માળીયા તાલુકાના રાસંગપર ગામના પાટિયા પાસેથી પસાર થતાં ટેન્કરના પાછળના જોટામાં આઇસર નંબર જીજે ૧૦ ટીએકસ ૮૭૬૨ ના ચાલકે પોતાનું આઇસર ધડાકાભેર અથડાવ્યૂ હતું જેથી કરીને ટેન્કર નંબર જીજે ૩ એક્સ ૭૯૭૯ માં નુકસાન થયેલ હોય હાલમાં ડ્રાઇવર જેસંગભાઈ રાણાભાઈ મિયાત્રા જાતે આહીર (૫૮) રહે. નાની બરાર વાળાએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News