વાંકાનેરમાં દુકાનમાં લાગેલ આગ કાબુમાં લેવા ફાયરની ટિમ આવી ત્યાં ઘણું મોડુ થઈ ગયું !
મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા વર્કશોપ યોજાયો
SHARE









મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા વર્કશોપ યોજાયો
મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા ત્રાજપર ચોકડી પાસે આવેલ ટી.કે. હોટલ ખાતે ગઇકાલે સોનીના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કેમેરાના સ્પેશિયાલિસ્ટ સુધાકરસિંહ અલ્ફા તથા સોની ઇનફ્લુએસર રાજા અવસ્થી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી ફોટોગ્રાફરર્સ એસો.ના પ્રમુખ મેહુલભાઈ પટેલે (મેહુલ સ્ટુડિયા)એ જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી અને કેમેરા અપડેટ તથા કેમેરા લોન્ચિંગ અંગેની ફોટોગ્રાફરર્સને પુરતી માહિતી મળી રહે તે હેતુંથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મોરબી ફોટોગ્રાફરર્સ એસો. તથા મોરબીના ફોટોગ્રાફરર્સ ઉપસ્થિત રહ્યા હતા
