જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE













ટંકારા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ- ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.

આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી તેમજ લોહીના ગ્રુપની તપાસ પણ ફ્રી માં કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલના તબીબની ટીમ હાજર રહેશે જેથી ટંકારા પંથકની જાહેર જનતાકેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે અને આ કેમ્પ કાલે તા તા.૧૪-૪ ને સોમવારે બપોરે ૧૨.૩૦ થી ૨.૩૦ સુધી બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા ખાતે યોજાશે અને વધુ માહિતી માટે તેમજ નામ લખાવવા માટે મોબાઈલ નંબર ૭૮૨૦૦ ૭૪૨૦૦ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ કહ્યું છે






Latest News