મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીએ પ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ વાંકાનેર પાલિકામાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ મોરબી જિલ્લામાં સામાજિક સમરસતા મંચ-મિશન નવ ભારતની ટીમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની કરી ઉજવણી ટંકારામાં ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવાઇ ગાવ ચલો અભિયાન: મોરબીના ગાળા ગામે કોંગી આગેવાન ભાજપના રંગેરંગાયા મોરબીમાં પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હોવાથી યુવાને જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગોળા, પગ અને ઘૂંટીમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

યુસીસી મુસ્લિમ પર્સનલ લો અને વકફ કાયદો સંસ્થાની સ્થાપના-સંચાલનના હક્ક છીનવી લેશે: વાંકાનેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજાઈ


SHARE













યુસીસી મુસ્લિમ પર્સનલ લો અને વકફ કાયદો સંસ્થાની સ્થાપના-સંચાલનના હક્ક છીનવી લેશે: વાંકાનેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજાઈ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આજરોજ વકફ કાયદા અને યુસીસીના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું અને ત્યારે મુસ્લિમ સમાજના આગેવાને કહ્યું હતું કે, યુસીસી મુસ્લિમ પર્સનલ લો ને ખતમ કરી નાખશે અને વકફનો કાયદો મુસલમાનોની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના હક્ક છીનવી લેશે જેથી વકફ કાયદો રદ કરવામાં આવે અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ છે

વક્ફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. વકફ બિલને બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું હતું. અને સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ સંશોધન અધિનિયમને 5 એપ્રિલ, 2025ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગયેલ છે  તેમજ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ના કાયદા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ બંને કાયદાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી જીલ્લામાં પણ બંને કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. આજે વાંકાનેર શહેરમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના અગ્રણી મહમ્મદ જાવેદ પીરજાદા તેમજ ધર્મગુરુઓની હાજરીમાં વિશાળ સંખ્યામાં લોકોની હાજરીમાં મૌન રેલી યોજાઇ હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને વકફ કાયદા તથા યુસીસીનો વિરોધ કરવામાં આવ્યો છે

આજે વાંકાનેરમાં યોજાયેલ મૌન રેલી ગ્રીન ચોક ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ત્યાંથી લઈને રાજકોટ રોડ ઉપર આવેલ પ્રાંત અધિકારીની કચેરી સુધી રેલી પહોંચી હતી અને ત્યાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વકફ કાયદો રદ કરવામાં આવે અને યુસીસીનો અમલ ગુજરાતમાં ન કરવામાં આવે આ બંનેમાં બંધારણનું ઉલ્લંઘન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેથી વાંકાનેરના મુસ્લિમ સમાજ દ્વારા આ બંને કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને યુસીસીના લીધે મુસ્લિમ સમાજમાં અનેક પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતા છે 

ઉલેખનીય છે કે, લગભગ 12 કલાકની ચર્ચા બાદ લોકસભામાં વકફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગયેલ છે ત્યારે હવે વાંકાનેરની જેમ ઠેરઠેર રેલીઓ યોજીને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાંકાનેરમાં મુસ્લિમ સમાજના લોકોએ પ્રાંત અધિકારીને માજી ધારાસભ્યની હાજરીમાં આવેદનપત્ર આપ્યું છે ત્યારે ત્યારે અધિકારીએ તેઓની માંગણી અને લાગણી કેન્દ્ર અને રાજ્ય સરકાર સુધી પહોંચાડશે તેવી ખાતરી આપી હતી જોકે, ગુજરાતમાં યુસીસીનો અમલ થશે કે કેમ અને કેન્દ્ર સરકાર દ્વારા વકફ કાયદામાં કોઈ ફેરફાર કરાશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

જો કે, મુસ્લિમ સમાજના યુવા આગેવાન અને વાંકાનેર માર્કેટ યાર્ડના માજી ચેરમેન સકિલભાઇ પીરજાદાએ કહ્યું હતું કે, ઉતરાખંડ બાદ સમગ્ર દેશમાં યુસીસીનો ગુજરાતમાં અમલ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જો કે, આદિવાસી સમાજની ગુજરાતમાં 15 ટકા વસ્તી છે પરંતુ તેને યુસીસીમાં લેવામાં આવેલ નથી અને મુસ્લિમ સમાજને યુસીસીમાં લેવામાં આવે છે જો કે યુસીસીનો અમલ થશે તો મુસ્લિમ પર્સનલ લો ખતમ થઈ જશે અને હાલમાં બનાવવામાં આવેલ વકફનો કાયદો અમલમાં આવશે તો મુસલમાનોની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના હક્ક છીનવાઇ જશે જેથી કરીને વકફ કાયદો રદ કરવાની અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરવાની માંગ કરવામાં આવેલ છે.






Latest News