મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીના ખારચિયાથી આમરણ જવાના રસ્તે બંધ ટ્રક કન્ટેનર પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત, એક સારવારમાં
SHARE








મોરબીના ખારચિયાથી આમરણ જવાના રસ્તે બંધ ટ્રક કન્ટેનર પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત, એક સારવારમાં
મોરબીના ખારચિયા ગામથી આમરણ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈકમાં બે કૌટુંબિક ભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ સાઈડમાં પાર્ક કરેલા ટ્રક કન્ટેનરની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી બાઈક ચલાવી રહેલા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને બાઈક ઉપર બેઠેલા તેના કૌટુંબિક ભાઈને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ઇજાગ્રસ્તના પિતાએ મૃતક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

