મોરબી તાલુકા કોંગ્રેસે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે લેવા માટે ન્યાય કરવાની કરી માંગ
વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં શેડ ઉપરથી નીચે પડતા ગંભીર ઇજા પામેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
SHARE







વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં શેડ ઉપરથી નીચે પડતા ગંભીર ઇજા પામેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં શેડના પતરા બદલવાનું કામ ચાલુ હતું ત્યારે ઉપરથી નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી યુવાન કોમામાં આવી ગયો હતો અને લાંબી સારવાર લીધા બાદ તેને ઘરે લાવ્યા હતા જોકે યુવાનને આંચકી ઉપાડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામનગરીમાં રહેતા ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા (41) નામનો યુવાન ગત તા. 3/5/2025 ના સવારે 9:00 9:00 વાગ્યાના અરસામાં વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ રોસાટા સીરામીક કારખાનામાં સેડના પતરા બદલવાનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે તે ઉપરથી નીચે ફટકાયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે કોમામાં જતો રહ્યો હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને ત્યારબાદ તેને રજા આપતા ઘરે લઈ ગયા હતા જોકે, ઘરે અચાનક તે યુવાને આંચકી ઉપાડતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને આઇસીયુ વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
