મોરબીની નિર્મલ સ્કૂલમાં ક્લાસમાં બાળકોને ભણાવતા શિક્ષકને ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતા મોત
વાંકાનેરમાં એકટીવાની લાઈટ બંધ કરવાનું કહેતા યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો: ત્રણ મહિલા સહિત છ સામે ફરિયાદ
SHARE







વાંકાનેરમાં એકટીવાની લાઈટ બંધ કરવાનું કહેતા યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો: ત્રણ મહિલા સહિત છ સામે ફરિયાદ
વાંકાનેરમાં માર્કેટયાર્ડ પાસે રહેતા યુવાને એકટીવાની લાઈટ ચાલુ રાખીને બેઠેલા બે શખ્સોને લાઈટ બંધ કરવા માટેનું કહ્યું હતું જેથી કરીને તે યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તે બાબતે યુવાનની માતાને કહેવા જતા ત્રણ મહિલાઓએ તે યુવાનને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ યુવાન પોતાના ઘરે પરત જતો હતો ત્યારે ત્રણ શખ્સ દ્વારા તે યુવાનને રોકીને લોખંડના પાઇપ વડે માથામાં અને શરીરને માર માર્યો હતો અને ઈજા કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલા સહિત છ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરમાં માર્કેટયાર્ડ પાસે રહેતા રામાભાઇ માનાભાઈ સિંધવ (45)એ હાલમાં સમદ જાનમામદભાઇ મોડ, સેજુ ઓસમાણભાઈ, સોહિલ ઓસમાણભાઈ, સાયરાબેન જાનમામદભાઈ મોડ, મુમતાજીબેન ઓસમાણભાઈ અને નિલોફરબેન ઓસમાણભાઈની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, સમદ અને સેજુ એકટીવાની લાઈટ ચાલુ રાખીને ફરિયાદીના ઘર પાસે બેઠા હતા જેથી કરીને તેને લાઈટ બંધ કરવા માટે થઈને ફરિયાદીએ કહ્યું હતું ત્યારે તે બંને શખ્સે ફરિયાદીને ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદી સમદના માતાને આ બાબતે કહેવા માટે ગયો હતો ત્યારે સાયરાબેન તેમજ મુમતાજબેન અને નીલોફરબેને તેને ગાળો આપી હતી જેથી યુવાન પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે સમદ, સેજુ અને સોહિલ એ ફરિયાદીને રોકીને લોખંડના પાઇપ વડે તેના ઉપર હુમલો કર્યો હતો અને તેને માથામાં તથા શરીરે આડેધડ પાઇપ વડે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ફરિયાદીને માથા, નાક તથા શરીરે ઇજાઓ થઈ હતી અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલા સહિત છ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
