મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીકથી સગીરાનું અપહરણ


SHARE













મોરબીના લાલપર નજીકથી સગીરાનું અપહરણ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય ફરિયાદ નોંધાવા પામી છે.જે બાબતે ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામે સિરામિક સિટીના પાછળના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું લગ્નની લાલચે ફોસલાવીને ગત તા.૨૮-૯ ના સવારે નવેક વાગ્યાના અરસામાં સિરામિક સીટી નજીકથી અપહરણ કરવામાં આવેલું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા બી ડિવિઝન પોલીસ મથક ખાતે કિરીટ વિનોદભાઈ સાવરીયા રહે.શોભેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ તથા પોક્સો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.હાલ ભોગ બનેલ સગીરાને શોધવા તથા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.એન.પરમાર તથા સ્ટાફ તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત

જામનગરના જોડિયા તાલુકાના બોડકા ગામે રહેતા કાંતિભાઈ રામજીભાઈ ટાંક નામના (૬૩) વૃદ્ધ પોતાના ઘર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યાં પડી ગયા હોય વધુ સારવાર માટે અત્રે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના નવા અંજીયાસર ગામે રહેતા પરિવારનો રમજાન અલાઉદ્દીન મોવર નામનો ૧૨ વર્ષનો બાળક ગામની પ્રાથમિક શાળા પાસેથી બાઈકમાં બેસીને જતો હતો ત્યારે પડી ગયો હોય સારવાર માટે મોરબી લવાયો હતો.




Latest News