વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE







વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો
વાંકાનેરના ગાંગિયાવદર ગામે રહેતા આધેડ સાથે અગાઉ પૈસાની લેતી જેથી બાબતે ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખીને ત્રણ વ્યક્તિઓ દ્વારા તેને ઢીકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને વધુ માર મારવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ગાંગિયાવદર ગામે રહેતા ધીરુભાઈ લખમણભાઇ ધરજીયા (52)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વેલુભા ઘનુભા ઝાલા, ખનુભા ઝાલા અને વેલુભાના ભત્રીજા કાનભા ઝાલા રહે. બધા સરધારકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે અગાઉ પૈસાની લેતી લેતી બાબતે વેલુભા ઝાલા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખીને વેલુભા અને કાનભાએ લાકડી વડે ફરિયાદીને પગ ઉપર તથા વાસાના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી તથા ખનુભા ઝાલાએ ઢીકાપાટુનો મારમારીને વધુ માર મારવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
