મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો


SHARE













હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો

હળવદમાં આવેલ આગમન પાર્ટી પ્લોટ પાસેથી કારમાં કેફી પીણું પીધેલ હાલતમાં ત્રણ શખ્સ મળી આવ્યા હતા અને દારૂની અડધી બોટલ પણ કારમાંથી મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર સહિત 3 લાખથી વધુની કિંમતનો મુદામાલ કબ્જે કરીને ત્રણ શખ્સને પકડવામાં આવ્યા હતા જયારે માળીયા (મી)ના નવા હંજીયાસર ગામે બાવળની કાંટમાંથી 600 લિટર આથા સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે.

હળવદમાં આવેલ આગમન પાર્ટી પ્લોટ પાસે કાર નંબર જીજે 36 એએફ 0336 ને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની અડધી ભરેલી બોટલ સાથે કેફી પીણું પીધેલી હાલતમાં ત્રણ શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને ₹300 ની કિંમતનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,00,300 ની કિંમતના મુદ્દામાલ સાથે ચિંતન જીતેન્દ્રભાઈ રાવલ (29) રહે. વાણીયા વાડ હળવદ અને ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી (31) તેમજ પંકજ ચમનભાઈ ગોઠી (29) રહે. બંને ઉમા-2 સોસાયટી બ્લોક નંબર 93 હળવદ વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

600 લિટર આથા સાથે એક પકડાયો

માળીયા મીયાણા તાલુકાના નવા હંજીયાસર ગામે મચ્છુ નદીના કાંઠે બાવળની કાંઠમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા જેથી પોલીસે 15,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કરીમ કાદરભાઈ જંગીયા (22) રહે. નવા હંજીયાસર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેરના મિલ ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નરેશભાઈ પ્રેમજીભાઈ બાવળિયા (40) રહે. ડબલ ચાલી મિલ પ્લોટ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 10,090 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.




Latest News