મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્ય-અધિકારીઓ દ્વારા લેવામાં આવી ભારત વિકાસ પ્રતિજ્ઞા


SHARE













મોરબીમાં ધારાસભ્ય-અધિકારીઓ દ્વારા લેવામાં આવી ભારત વિકાસ પ્રતિજ્ઞા

વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞાલેવામાં આવી હતી. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન યોજાનાર વિકાસ સપ્તાહના શુભારંભે મોરબી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા અન્વયે બંધુતાની ભાવના સાથે દેશની અખંડિતતા માટે પ્રતિબંધ રહેવા, વિકસિત ભારતની વિભાવનાને સાર્થક કરવા સનિષ્ઠ પ્રયાસો કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને અગ્રતા આપી વોકલ ફોર લોકલ થકી સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા તથા દેશના સંસાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવા સહિતના મુદ્દે શપથ ગ્રહણ કર્યા હતા.




Latest News