મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ અને ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે દબાઈ ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ અને ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે દબાઈ ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ તથા ટાઇલ્સ મૂકવાના ઘોડાની વચ્ચે દબાઈ જવાના કારણે ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સીમમાં આવેલ રોક સ્પેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો દાદુલાલસિંહ બારેલાલસિંહ ગોડ (૨૦) નામનો યુવાન ગત તા.૨૫-૯ ના રોજ રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ તથા ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે અકસ્માતે આવી ગયો હતો.જેથી તેને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા બારેલાલસિંહ હરદિનસિંહ ગોડ (૫૦) રહે.હાલ ઉંચી માંડલ ગામની સીમ રોક સ્પેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં તા.મોરબી મૂળ રહે.મધ્યપ્રદેશએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

માળીયા મીંયાણાના રહેવાસી સલીમભાઈ ભારમલભાઈ જેડા(૨૯) અને સલેમાનભાઈ હસનભાઈ જેડા બંને બાઈકમાં જતા હતા ત્યારે માળિયા મીંયાણાના હરિપર ગામ પાસે બાઈકમાંથી પડી ગયા હોય બંનેને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના ઓટાળા ગામે વાડી વિસ્તારમાં અજીતભાઈ હિંમતભાઈ રેવરીયા નામના ૨૫ વર્ષના યુવાનને બે લોકોએ માર મારતા સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ સુરેન્દ્રનગર ખાતે પંચાયત કચેરી સામે રહેતા દિપકભાઈ દેવજીભાઈ ધાંધલ નામના ૪૮ વર્ષના યુવાનને ત્યાં બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા અને વાંકાનેરના રહેવાસી અનવરભાઈ કાદરભાઈ નામના ૩૨ વર્ષના યુવાનને ચંદ્રપુર ગામ પાસે સાંજે છએક વાગ્યે કાળુભાઇ દ્રારા ધોકા વડે માર માર મારવામાં આવ્યો હોય અનવરભાઇને વાંકાનેર હોસ્પિટલએ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.





Latest News