મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેર સીટી પોલીસે 12 મોબાઈલ-2.44 લાખની રોકડ સહિત 4.22 લાખનો મુદામાલ મૂળ માલિકોને પરત કર્યો


SHARE







તેરા તુજકો અર્પણ: વાંકાનેર સીટી પોલીસે 12 મોબાઈલ-2.44 લાખની રોકડ સહિત 4.22 લાખનો મુદામાલ મૂળ માલિકોને પરત કર્યો

વાંકાનેર સીટી પોલીસ દ્વારા લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન તથા કિંમતી મુદામાલને શોધી કાઢવા માટે થઈને કેર પોર્ટલનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવતી હોય છે અને તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવતું હોય છે દરમિયાન 12 જેટલા મોબાઈલ ફોન તથા અગાઉ ચોરીમાં ગયેલ રોકડ રકમ આમ કુલ મળીને 4,22,800 ની કિંમતનો મુદ્દામાલ તેઓના મૂળ માલિકને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને ડીવાયએસપીની હાજરીમાં પરત આપવામાં આવેલ છે.

સમગ્ર રાજ્યની અંદર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા કેર પોર્ટલનો ઉપયોગ કરીને લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન અથવા તો કિંમતી મુદામાલ શોધવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે દરમિયાન વાંકાનેર સીટી વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા અને ચોરાયેલ મોબાઈલ ફોન માટે જે અરજીઓ કરવામાં આવી હતી તેના આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના જગદીશભાઈ રંગપરા દ્વારા કેર પોર્ટલમાં એન્ટ્રી કરીને તેના ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને વર્કઆઉટ કરીને જુદા જુદા કુલ મળીને 12 વ્યક્તિઓના જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા જેની કિંમત 1,78,800 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન તથા વર્ષ 2025 દરમિયાન વાંકાનેર સીટી વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી જે બનાવમાં ચોરી કરવામાં આવેલ રોકડ રકમને આરોપીને પકડીને પોલીસે કબજે કરી હતી જે રકમ કોર્ટમાંથી છોડવા માટેનો આદેશ કરવામાં આવ્યો હોય ડીવાયએસપી સમીર સારડા તથા વાંકાનેર સીટી પીઆઈ એચ.એ.જાડેજાની હાજરીમાં રોકડ રકમ તથા મોબાઈલ ફોન મૂળ માલિકોને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પરત આપવામાં આવેલ છે.






Latest News