મોરબીના વાઘપર ગામે ઘરમાં જુગાર રમતા 12 શખ્સો 78,300 ની રોકડ સાથે પકડાયા
SHARE







મોરબીના વાઘપર ગામે ઘરમાં જુગાર રમતા 12 શખ્સો 78,300 ની રોકડ સાથે પકડાયા
મોરબીના વાઘપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા વ્યક્તિના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 12 વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 78,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાઘપર ગામે રહેતા ભરતભાઈ પટેલના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભરતભાઈ ઉર્ફે દાઉદ રામજીભાઈ પટેલ (49), સંજયભાઈ કેશુભાઈ પટેલ (40), વિનોદભાઈ બચુભાઈ પટેલ (52), મનસુખભાઈ ચતુરભાઈ પટેલ (55), અરવિંદભાઈ ધનજીભાઈ સુરાણી (53), ભરતભાઈ ગાંડુભાઇ પટેલ (47), રમેશભાઈ વાલજીભાઈ પટેલ (54), ગોપાલભાઈ મનજીભાઈ પટેલ (65) તેમજ જયસુખભાઈ મોહનભાઈ પટેલ (60) રહે. બધા વાઘપર તથા જેસંગભાઈ જસાભાઈ રાઠોડ (60) રહે વિદ્યુતનગર મોરબી બચુભાઈ જીવરાજભાઈ પટેલ (60) રહે. ધરતી પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી અને ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા (45) રહે. નાગડાવાસ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 78,300 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
