મોરબી દશનામ ગૌસ્વામી સમાજ વિધાર્થી સન્માન સમારોહ માટે માર્કશીટ પહોંચાડવા અપીલ
મોરબીના કેરાળી ગામે પગપાળા જતા પડી ગયેલ વૃદ્ધનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત
SHARE







મોરબીના કેરાળી ગામે પગપાળા જતા પડી ગયેલ વૃદ્ધનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત
મોરબી તાલુકાના કેરાળી ગામે પગપાળા જઈ રહેલા વૃદ્ધ પડી ગયા હોય માથામાં ઇજા પહોંચતા મોરબી અને બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના કેરાળી ગામે રહેતા ગોવિંદભાઈ વશરામભાઈ હુંબલ નામના ૮૦ વર્ષના વૃદ્ધ તા.૯-૧૦ ના સવારે આઠેક વાગ્યે કેરાળી ગામ ખાતે પડી ગયા હોય અને માથાના ભાગે ઈજા થયેલ હોય બેભાન હાલતમાં તેમને પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ શિવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયુ હતુ.આ બાબતે મૃતકના પુત્ર રમેશભાઈ હુંબલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમના પિતા ગોવિંદભાઈ હુંબલ સેવાભાવી પ્રકૃતિના હોય દરરોજ સવારે સ્મશાન પાસે પક્ષીને ચણા નાખવા તથા કુતરાને રોટલા નાખવા માટે જતા હતા.દરમિયાનમાં પગપાળા જતા પડી ગયા હોય માથાના ભાગે ઇજા થઈ હતી.જેથી સારવાર માટે લઈ જવાયા હતા જોકે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજેલ છે.તાલુકા પોલીસ મથકના લાલભા ચૌહાણ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મારામારીના ઇજા
મોરબીના વાંકાનેર પાસેના ઢુવા ગામે રહેતા મહમદભાઈ સાહિલભાઈ નામના ૪૦ વર્ષના યુવાનને ઢુવા ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે રાજકોટના બેડી રોડ ખાતે પગપાળા જઈ રહેલ મયુરભાઇ વિનોદભાઈ વિરડા (૪૦) રહે. શ્રીનાથજી સોસાયટી મવડી રોડ રાજકોટ ને મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તે રીતે જ હળવદ ભવાનીનગર વિસ્તારમાં લાંબી ડેરી નજીક રહેતા પ્રકાશગીરી નવલગીરી ગોસ્વામી નામના ૩૭ વર્ષના યુવાનનું બાઈક ઘર નજીક સ્લીપ થઇ જતા ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.
વાહન અકસ્માત
ટંકારાના નેસડા ગામના મીરલબેન ધર્મેશગીરી ગોસ્વામી નામના ૨૪ વર્ષીય મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા.ત્યારે ટંકારાના સાવડી અને નેસડા ગામ વચ્ચેના રામદેવપીર મંદિર પાસે તેમનું બાઇક સ્લીપ થતા અકસ્માત બનાવમાં ઈજા પામતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ઝાકીરભાઇ બચુભાઈ નામના ૩૫ વર્ષના યુવાને તેના ઘરે લાદીના ટુકડા વડે જાતે ગળાના ભાગે ઈજા કરતા સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.જેથી પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.
યુવાન સારવારમાં
મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ મોનોલીથ સીરામીક નજીક પહેલા માળની ઊંચાઈએથી પડી જતા ભરત બાલેશ્વર માના નામના ૪૦ વર્ષના મજૂર યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતોયજ્યારે સાહિલહુસેન ઈકબાલભાઈ બુખારી (૨૯) રહે.આમરણને બગથળા નજીક બાઇકમાં જતા અકસ્માત થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે
