મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને સ્કોર્પિયોથી ડબલ સવારી બાઇકને ટક્કર મારી યુવાન ઉપર હુમલો
મોરબીમાં મણીમંદિર પાસે શાળાના મેદાનમાં શ્રમિક યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE







મોરબીમાં મણીમંદિર પાસે શાળાના મેદાનમાં શ્રમિક યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબી વીસી હાઈસ્કુલની સામે મણી મંદિરની બાજુમાં આવેલ તાલુકા શાળા નંબર-1ના ગ્રાઉન્ડમાં વૃક્ષ ઉપર લટકતી હાલતમાં યુવાનની લાશ મળી આવેલ હતી. જેથી શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ સદાતીયાએ એ ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી. જેને પગલે બીટના જવાબદાર એસ.એમ. કમોયા તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે વૃક્ષ ઉપર પરપ્રાંતિય યુવાનની લાશ લટકતી હતી. નીચે મોબાઈલ પડેલ હતો. તપાસ કરતા મૃતકનું નામ ગોવિંદ રામદિનભાઈ ગૌતમ (ઉ.18) મુળ રહે. અમેઠી હાલ મોરબી એકઝેલો સીરામીક પાસે પાવડીયારી જેતપર રોડ હોવાનું ખુલ્યુ હતું. મૃતક અપરણીત હતો. માતા પિતા તેને કમાવા બાબતે ઠપકો દેતા હોય તેનું લાગી આવવાથી ગોવિંદએ અંતિમ પગલુ ભરી લીધુ હતું.
મહિલા સારવારમાં
માળીયા (મીં) જખરીયા વાંઢમાં ઘર પાસે સાપ કરડી જતા જન્નતબેન રમજાનભાઈ માલાણી (30)ને અત્રે સિવિલે સારવાર માટે લવાયા હતા. જોડીયા તાલુકાના તારાણા ગામના રાયધનભાઈ નાટડા (51)ને ગામમાં બાઈકમાંથી પડી જતા સારવાર માટે મોરબી લવાયા હતા. ટંકારાના ખાનપર (ઘુનડા) ગામે સીમમાં મારામારીમાં ઈજા થતા સંગ્રામભાઈ આંબાભાઈ રબારી (55)ને ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા.
મારામારીમાં ઈજા
મોરબી ગાંધી ચોક નજીક મારામારીમાં ઈજા થતા શેરમામદ ઈબ્રાહીમભાઈ (28) રહે. વીસીપરાને સારવારમાં લઈ જવાયા હતા. શનાળા ચોકડીએ બાઈકમાંથી પડી જતા વસંતાબેન ભગવાનજીભાઈ સુરાણી (68) રહે. પંચવટી સોસાયટીને અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા. સુરજબાગ પાસેથી પગપાળા જઈ રહેલા રાજેશભાઈ લાભશંકર જોષી (56) રહે. જડેશ્વર મંદિર પાસે સ્ટેશન રોડ મોરબીને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવાયા હતા. જયારે કડીયા શેરી ગ્રીન ચોક ખાતે રહેતા ભાવેશભાઈ લાલજીભાઈ ચુડાસમા (43)ને ઘર નજીક વાહનમાંથી પડી જતા અને તેવી જ રીતે મોરબી રવાપર રોડ ચકીયા હનુમાન મંદિર પાસે બાઈક-રીક્ષા અકસ્માત બનાવમાં ઈજા પામેલ જીજ્ઞેશભાઈ મહેન્દ્રભાઈ સોની (40) અને દીક્ષીતાબેન જીજ્ઞેશભાઈ (17) રહે. બંને પારેખ શેરી મોરબીને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
