મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
SHARE







મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
મોરબીના જેતપર રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે ત્યારે જો ખોખરા રોડને સીસી રોડ બનાવીને નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવેને જોડવામાં આવે તો ઉદ્યોગકારો સહિતનાઓને રાહત થાય તેમ હતી જેથી ધારાસભ્ય મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ત્યાર બાદ રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને બેલાથી ભરતનગર ખોખરા હનુમાન સીસી રોડના કામ માટેની ટેન્ડર પાસ કરી વર્ક ઓર્ડર આપી દીધેલ છે.
મોરબીના જેતપર રોડ ઉપર સિરામિકના ઘણા કારખાના આવેલ છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોની અવાર જવર પણ મોટા પ્રમાણમાં રહેતી હોય છે ત્યારે ટ્રાફિક સહિતની સમસ્યામાંથી મુકિત મળે તેના માટે ખોખરા રોડને સીસી રોડ બનાવવામાં આવે અને બેલથી ભરતનગર સુધીનો રોડ બનાવવામાં આવે તેવી મોરબી જિલ્લાના ધારાસભ્યો મારફતે મોરબીના સિરામિક એસો. દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. અને સરકારે આ કામને તાત્કાલિક મંજૂર કરી આપ્યું હતું. ત્યાર બાદ બેલાથી ભરતનગર સુધીનો ખોખરા હનુમાન રોડ સીસી રોડ બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આ કામનો મધુરમ કન્સ્ટ્રક્શન ઈન્ડિયા લિમિટેડ નામની એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે જેથી એજન્સી દ્વારા ટૂંક સમયમાં આ રોડ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવશે આ રોડ બની જવાથી ઉદ્યોગને ફાયદો થશે તેની સાથોસાથ ખોખરા હનુમાન મંદિરે આવતા શ્રાદ્ધળુઓને પણ સગવડ મળશે તેવી લાગણી મોરબીના સિરામિક એસો.ના આગેવાનોએ વ્યક્ત કરી છે. અને રોડનું કામ ઝડપથી મંજૂર કરાવવા બદલ ખોખરા રોડ અને જેતપર રોડના ઉદ્યોગકારો વતી મોરબી સીરામીક એસી.ના પ્રમુખોએ રાજ્ય સરકાર તથા મોરબી જિલ્લાના ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે
