મોરબી જિલ્લામાં અગ્રિમ ક્ષેત્રોના વિકાસ માટે સંભવિત ધિરાણ યોજનાની સમીક્ષા કરીને પુસ્તકનું કર્યું વિમોચન
SHARE
મોરબી જિલ્લામાં અગ્રિમ ક્ષેત્રોના વિકાસ માટે સંભવિત ધિરાણ યોજનાની સમીક્ષા કરીને પુસ્તકનું કર્યું વિમોચન
મોરબી જિલ્લા માટે નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલય દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે તૈયાર કરાયેલ સંભવિત ધિરાણ માટેની યોજના (PLP)ની મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને કલેક્ટરશ્રી હસ્તે આ ધિરાણ યોજનાનું વિમોચન કરી આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.
મોરબી નાબાર્ડના DDM આદિત્ય નિકમે લીડ બેંક યોજનામાં PLPનું મહત્વ અને જિલ્લાની ક્રેડિટ પ્લાનિંગ પ્રક્રિયાને વેગ આપવામાં નાબાર્ડની સંભવિત ધિરાણ માટેની યોજના (PLP) ભૂમિકા વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટે મોરબી જિલ્લામાં અગ્રિમ ક્ષેત્રોના વિકાસ માટે સંભવિત ધિરાણ માટે અંદાજીત રૂ. ૨૬,૪૩૪.૪૯ કરોડનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ, MSME અને અન્ય પ્રાથમિક ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ મૂલ્યાંકન કરાયેલી સંભાવનાઓને જિલ્લા ધિરાણ યોજના (DCP) માં સમાવિષ્ટ કરવામાં આવશે અને જિલ્લામાં કાર્યરત તમામ બેંકો માટે વાર્ષિક ધિરાણ લક્ષ્ય નિર્ધારિત કરી તેને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ અને ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, લીડ બેંક ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) સાકીર છીપા અને જિલ્લા વહિવટી તંત્રના સબંધિત વિભાગો તથા બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા