મોરબી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત પસંદગી માટે ૧૯ ડિસેમ્બરે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે હાઈટ-હન્ટનું આયોજન
SHARE
મોરબી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત પસંદગી માટે ૧૯ ડિસેમ્બરે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે હાઈટ-હન્ટનું આયોજન
જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત પસંદગી માટે ૧૯ ડિસેમ્બરે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે હાઈટ-હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને વય અને ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ નવજીવન વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહેવું છે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત અસાધારણ હાઈટના આધારે તા. ૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા બહેનો કે જેમની ઊંચાઇ ૧૬૩ સેન્ટિમીટરથી વધુ હોય અને ૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ કે ઊંચાઇ ૧૭૩ સેન્ટિમીટરથી વધુ હોય તે આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ઇચ્છુક ભાઈઓ-બહેનોએ આધારકાર્ડ અને જન્મ તારીખના દાખલા સાથે નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે ઉપસ્થિત રહેવું. વધુ વિગતો માટે મો. ૭૫૭૩૮૦૯૪૦૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.