મોરબીના નારણકા ગામના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી બે સ્થળે શરૂ કર્યા પ્રાકૃતિક કૃષિ સ્ટોલ
SHARE
મોરબીના નારણકા ગામના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી બે સ્થળે શરૂ કર્યા પ્રાકૃતિક કૃષિ સ્ટોલ
મોરબીના નારણકાના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી લોકોને સરળતાથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન મળી રહે તે માટેની મોરબીમાં સરળ વિતરણ વ્યવસ્થા ઉભી કરી છે. નારણકા ગામના ખેડુત અશોકભાઇ મોરડિયાએ પ્રાકૃતિક ઉત્પાદકના વેચાણ માટે સરિતા પ્રાકૃતિક સ્ટોલ મોરબીમાં શરૂ કર્યા છે. જ્યાં રાસાયણીક દવા અને ખાતરનો ઉપયોગ વગર પકવેલ અનાજ અને શાકભાજીનું વેચાણ કરે છે. તેઓ પહેલા ઉદ્યોગપતિ હતા પોતાનો વેપાર બંધ કરીને તેમણે પ્રાકૃતિક કૃષિનું આ કામગીરી શરૂ કરી છે આ સ્ટોલ પર તેઓ પોતાનું ઉપરાંત આવી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડુતોની વસ્તુંનું પણ વેચાણ કરે છે. મોરબીમાં બે વર્ષથી શરૂ કરાયેલ અવની ચોકડી તથા શનાળા રોડ જૈન દેરાસરની સામે વેચાણ પણ થાય છે. તેમજ અમદાવાદમાં પણ શરૂ કર્યુ છે આ પ્રાકૃતિક ખેતી માટે તેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટ આત્મા કે.એમ. ડાભીનું માર્ગદર્શન લેતા હોય છે.