મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં


SHARE















મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે ગઈકાલે મોડી સાંજે ચાઈનીઝની દુકાન પાસે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો તેમાં બંને પક્ષેથી સામસામે મારામારી કરવામાં આવતા હાલ પાંચ ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ નજીક ચાઈનીઝની લારી પાસે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષોથી ધોકા અને પાઇપ વડે મારામારી કરવામાં આવી હતી જેમાં એક તરફના રિહાન રફિકભાઈ સંવાણી (15), રિઝવાન રફિકભાઈ સંતવાણી (12), સાજીદનજર મોહમદ સંવાણી (27), ફરહાન ફિરોજભાઈ સંવાણી (16) અને મનોજ રામભાઈ રાજપૂત (35) રહે. બધા પ્રકાશપાર્ક વીસીપરા મોરબી વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસના કહેવા પ્રમાણે સામેના પક્ષે માળીયા મીયાણાના ઇમરાન રાયજેડા સહિતનાઓ દ્વારા બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં મારામારી થઈ હતી જેથી બંનેપક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર ખસેડાયેલ છે. આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના જેતપર રોડ પાવળીયારી નજીક રહેતા પરિવારના શર્મિષ્ઠાબેન રાજેશભાઈ બામણીયા નામની 22 વર્ષીય પ્રેગનેટ મહિલાને સાપ કરડી ગયો હતો જેથી જેતપર સીએસી ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવેલ છે બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા આગળની તપાસ કરી રહ્યા છે.

વાહન અકસ્માત

મોરબીના નવલખી રોડ રોકડિયા હનુમાન મંદિર પાસે આવેલ રોલાની વાડી ખાતે રહેતા અમૃતબેન લક્ષ્મણભાઈ પરમાર નામના 52 વર્ષ મહિલાને અકસ્માતમાં ઈજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ રિક્ષામાં બેસીને ઘર તરફ જતા હતા ત્યારે ઘર નજીક રીક્ષા પલટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં જા થતાં તેને સારવાર માટે લાવવામાં આવ્યા હતા

મારમાર્યો

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ શિવમ કોલ નજીક ગાડી ઉભી રાખતા અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે બનાવમાં પપ્પુભાઈ રામપ્રસાદ (29) રહે. હાલ પાનેલી તાલુકો જીલ્લો મોરબી વાળાને ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવાની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News