મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ
Breaking news
Morbi Today

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ


SHARE















અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ

દેશનાં સૌથી મોટા રાષ્ટ્રીય પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) દ્વારા ગુજરાત પ્રદેશ સંગઠન ના પુનઃનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે દેશભર માં અભિયાન ચલાવી રહેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) દ્વારા ગુજરાતમાં પણ આ લડત ને આગળ વધારવાના હેતુથી મજબૂત સંગઠન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સંગઠન દ્વારા આ સાથે જ સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોઈપણ ફુલ ટાઈમ પત્રકાર સંગઠન ની વેબ સાઇટ પર જઈને સીધા જ આ સંગઠન ના સદસ્ય બની શકે છે. ગુજરાતમાં માત્ર ફુલ ટાઈમ પત્રકારત્વ સાથે જોડાયેલા પત્રકારો નો જ સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે. પીળું પત્રકારત્વ કરતા અને માત્ર પ્રેસ કાર્ડ ધારક જ હોય તેવા નામ માત્રના વ્યક્તિઓ ને સંગઠન માં સદસ્યતા આપવામાં આવશે નહી તેવું પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા એ અખબારી યાદી માં જણાવ્યું છે. આ સાથે ગુજરાતના તમામ 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક કરવામાં આવી છે જેઓ જે તે જિલ્લામાં જિલ્લા અને તાલુકા સમિતિઓ ની રચના કરશે. જિલ્લા સમિતિઓ ની રચના બાદ પ્રદેશ સમિતિની રચના કરવામાં આવશે જેમાં સક્રિય સદસ્યોને અગત્યની જવાબદારીઓ સુપરત કરવામાં આવશે.






Latest News