મોરબીના આગેવાન દ્વારા સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમ ભરી આપવાની માંગ
SHARE
મોરબીના આગેવાન દ્વારા સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમ ભરી આપવાની માંગ
સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમોને પાણીથી ભરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે
તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, હાલમાં ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્ર માં વરસાદની ખેચ છે અને સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી નથી ત્યારે સૌરાષ્ટ્રની જીવ દોરી સમાન સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રભરના ડેમોને પાણીથી ભરી આપવા અને જગતના તાતને પોતે કરેલ વાવેતરોને બચાવવા માટે ડેમો થકી સિંચાઈ માટેનું પાણી આપવા માંગણી કરેલ છે