મોરબીના આગેવાન દ્વારા સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમ ભરી આપવાની માંગ
મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા વધુ બે આરોપીની ધરપકડ
SHARE
મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા વધુ બે આરોપીની ધરપકડ
મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને કાલિકા પ્લોટ વિસ્તારમાંથી જતો હતો ત્યારે તેને અટકાવીને તેની સાથે અગાઉ થયેલ ઝઘડાનો રોષ રાખીને જૂની અદાવતમાં તે યુવાન ઉપર છરી અને પાઇપ વડે થોડા સમય પહેલા હુમલો કરવામાં આવ્યો હતો જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરેલ છે.
મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાંથી બાઇક લઇને નીકળેલા મકરાણીવાસના રહેવાસી તોફીક રફીક બ્લોચ નામના યુવાન ઉપર થોડા સમય પહેલા કાલીકા પ્લોટ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તોફીકને છરી તથા પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાથી તોફીક બ્લોચને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો બાદમાં ભોગ બનનારે નવ ઇસમોની સામે ફરિયાદ નોંધાવી ફરીયાદમાં જણાવ્યુ હતું કે, ફરદીન દાઉદ પલેજા નામના શખ્સે તેને અટકાવ્યો હતો અને જૂની અદાવતનો રોષ રાખીને ઝઘડો કરી બોલાચાલી કરી હતી જે દરમિયાન મકબુલ નામના વાવડી રોડ ઉપર રહેતા ઇસમે આવીને તોફીક ઉપર છરી વડે હુમલો કર્યો હતો. તેમજ રહીમ ઉર્ફે ટકો અને જાવેદ ઉર્ફે મીટરે પાઇપ વડે તૌફીક ઉપર હુમલો કર્યો હતો અને બાકીના શખ્સોએ પણ તૌફીકને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી જેતે સમયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે તોફીક રફીકભાઇ બ્લોચની ફરિયાદ ઉપરથી મકબુલ, રહીમ ઉર્ફે ટકો, જાવેદ ઉર્ફે મીટર, ફરદીન દાઉદ પલેજા, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા, અરબાઝ, અને હુશૈન ઓસમાણ મકરાણી સામે ફરિયાદ નોંધી હતી આ ગુનામાં પોલીસે અગાઉ મકબુલ મહેબૂબ દલવાણીની અને બાદમાં રહીમ ઉર્ફે ટકો વાલીમામદ ચાનીયા, ફરદીન દાઉદ પલેજા, અલી મામદ પલેજા, અરમાન સલિમ પલેજા રહે.બધા કાલિકા પ્લોટ વાળાની ધરપકડ કપી હતી અને એક આરોપીની નાની વય હોવાને લીધે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને તેના વાલીને સોંપ્યો હતો જેમાં બે આરોપીઓ બાકી હતા તે ઇમરાન મામદ પલેજા (૩૨) રહે.કાલીકા પ્લોટ અને જાવેદ ઉર્ફે મિટરની પણ ગઇકાલે ઉપરોકત મારામારીના બનાવમાં એએસઆઈ આર.પી.રાણાએ ધરપકડ કરેલ છે.
ઝેરી દવા પી જતાં સારવારમાં
માળીયા મિયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા ચંદુભાઈ લાલજીભાઈ મોરડીયા નામના ૫૪ વર્ષીય આધેડે તેઓના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેમને મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે ટંકારાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો વિપુલભાઈ વિજયભાઈ વીકાણી નામનો ૨૮ વર્ષીય યુવાન છકડો રિક્ષા લઈને હળવદ જતો હતો ત્યારે દેવળીયા ચોકડી પાસેના પેટ્રોલ પંપ નજીક તેની છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા વિપુલ વિકાણીને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”