મોરબીના કાલીકા પ્લોટમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા વધુ બે આરોપીની ધરપકડ
મોરબીના રંગપર નજીક પત્ની માવતરે જતી રહેતાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત
SHARE
મોરબીના રંગપર નજીક પત્ની માવતરે જતી રહેતાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત
મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ સિરામિક યુનિટમાં પરિવાર સાથે રહીને મજૂરીકામ કરતા યુવાને લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામની સીમમાં લુકાસો સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ કારખાનામાં મજૂરી કામ કરતા અને પરિવાર સાથે રહેતા સુનીલ માંગીલાલ પારઘી નામના ૨૧ વર્ષના પરણીત યુવાને તેના લેબર કવાટરમાં કપડાના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નીપજયું હતું. જેથી કરીને મૃતક સુનીલના ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયુ હતુ અને બનાવ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ હાથ ધરતા મૃતકના પિતા માંગીલાલ ધામેલીયાભાઈ પારઘી.(૪૫) એ પોલીસને જણાવ્યું હતું કે તાજેતરમાં જ મૃતક સુનીલના લગ્ન થયા હતા અને ગઇકાલ તા.૪ ના રોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તેની પત્ની તેણીના માવતરને ત્યાં જતી રહી હોય તે વાતનું માઠુ લાગી આવવાથી તેમના પુત્ર સુનિલ માંગીલાલ પારઘી (૨૧) એ તેના લેબર કવાટરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો અને તેના લીધે તેનું મોત નિપજેલ છે.
બાળક સારવારમાં
મોરબીની સબ જેલ પાસે રહેતો ફરદીન ઈમરાનભાઈ પઠાણ નામનો ૧૧ વર્ષનો બાળક સાયકલ લઈને જતો હતો ત્યારે રસ્તામાં સાયકલમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સલમાબેન સાબીરભાઇ કટિયા (૩૦) નામની મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને માધાપર વિસ્તારમાંથી જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા સલમાનબેનને સારવારમાં ખસેડાયા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
કોયલી ગામનો રહેવાસી કિશનભાઇ પીઠાભાઈ ડાંગર નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબી તાલુકાના ખાનપર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે તેના બાઇકને કોઇ અજાણી કારના ચાલકે હડફેટે લેતા જમણા હાથના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”