મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના સજજનપર પાસે ટ્રકચાલકે એક્ટિવાને હડફેટે લેતા દંપતી ખંડિત, પત્નીનું મોત


SHARE











મોરબીના સજજનપર પાસે ટ્રકચાલકે એક્ટિવાને હડફેટે લેતા દંપતી ખંડિત, પત્નીનું મોત

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતું વાણંદ દંપતી અને તેનો પરિવાર જડેશ્વર મહાદેવના મંદિરે પગે લાગવા જતા હતા તે દરમિયાનમાં પરિવારમાં અન્ય લોકો કારમાં આગળ જતા હતા અને વાણંંદ દંપતી પાછળ એકટીવા લઈને જતા હતા તે દરમિયાન તેમના એક્ટિવાને ટ્રક ચાલકે હડફેટે લીધુ હતુ જે બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી વાણંદ મહિલાનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં રહેતા દિનેશભાઈ ગોહેલ અને તેમના પત્ની રમાબાઈ દિનેશભાઈ ગોહીલ જાતે વાણંદ (ઉમર ૪૭) એક્ટિવામાં જડેશ્વર જવા નિકળયા હતા અને તેઓ સજજનપરની ગોળાઇ પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં તેમના એક્ટિવાને કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા દિનેશભાઈને પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે રમાબેન દિનેશભાઈ ગોહીલ નામની ૪૭ વર્ષીય વાળંદ પરિણીતાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી નાક અને મોં માંથી લોહી નીકળવા લાગતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી બનાવ અંગે હમીરભાઇ ગોહીલે તપાસ શરૂ કરી છે. 

જોકે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક રમાબેનનો ભત્રીજો અને ભત્રીજાવહુ આવેલા હોય પરિવારના અન્ય સભ્યો  આગળ કારમાં અને  રમાબેન તથા દિનેશભાઈ પાછળ એકટીવામાં બેસીને બધા જડેશ્વર મંદિરે પગે લાગવા માટે જતા હતા દરમિયાન ઉપરોક્ત અકસ્માત બનાવ બન્યો હતો. એક્ટિવને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ રમાબેન ગોહેલનું મૃત્યુ નીપજયું હતું. બનાવ બાદ દિનેશભાઇએ આગળ જતી કારમાં રહેલા તેના પુત્રને ફોન કરીને બોલાવ્યો હતો અને બાદમાં તેમની જ કારમાં રમાબેનને સિવિલ હોસ્પિટલે લવાતા અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. જેથી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ માટે ટંકારા પોલીસે બનાવ અંગે જાણ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

દારૂ સાથે પકડાયો

મોરબીના પંચાસર રોડ શ્યામપાર્ક વિસ્તારમાં રહેતો કાંતિ ઇર્ફે પીન્ટુ લલિત પટેલ નામનો ૩૦ વર્ષનો યુવાન શહેરના પંચાસર રોડ ગીતા ઓઇલ મીલ નજીકથી જતો હતો ત્યારે પોલીસે તેની અંગઝડતી લેતાં તેના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૩૦૦ ની કિંમતના દારૂ સાથે કાંતિ લલિત પટેલની એ ડિવિજન પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ છે. જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલ ખાખરેચી ગામે રહેતા રાયધનભાઈ કિશોરભાઈ સોલંકી નામના ૩૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લવાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News