મોરબી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને ૫૦ ટકા ફી માફીની કરાઇ માંગ
મોરબી જીલ્લામાં બાયોડિઝલનું વેચાણ બંધ કરવા ચુસ્તપણે આદેશની અમલવારી કરવામાં ગૃહમંત્રીની ટકોર
SHARE
મોરબી જીલ્લામાં બાયોડિઝલનું વેચાણ બંધ કરવા ચુસ્તપણે આદેશની અમલવારી કરવામાં ગૃહમંત્રીની ટકોર
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી બાદમાં તેમણે એસપી કચેરી ખાતે રેન્જ આઇજી, એસપી સહિતના અધિકારીઓએ સાથે બેઠક કરી હતી અને તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા બાયોડિઝલનું વેચાણ બંધ કરવા માટે જે આદેશ કરવામાં આવ્યો છે તેની મોરબી જીલ્લામાં ચુસ્તપણે અમલવારી કરવામાં આવે તેવી તેમણે અધિકારીઓને સૂચના આપી હતી અને ખાસ કરીને સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમમાં કરવામાં આવતી કામગીરીની વર્ધી બુક રાખવાં આવતી ન હોવાથી તેને નિભાવવા માટે તેઓએ ટકોર કરી હતી
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જિલ્લાની મુલાકાત આવ્યા હતા ત્યારે તેમણે સ્માર્ટ પોલીસ સ્ટેશન મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યારે પોલીસ સ્ટેશનમાં કયા પ્રકારની સુવિધાઓ છે તેનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં તેઓએ મોરબી શહેરના લોકોની સલામતી માટે લોકભાગીદારીથી મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે સીસીટીવી કેમેરાના મધ્યમથી કેવી રીતે માહિતી એકત્રિત કરવામાં આવે છે અને પછી કોને કયારે કઈ માહિતી પહોચડવામાં આવી છે તે અંગેણી માહિતી મેળવી હતી ત્યારે સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમનો સ્ટાફ માહિતી આપે તેની કોઈ વર્ધી બુક રાખવામા આવતી ન હતી જેથી કરીને સ્થાનિક પોલીસ અધિકારીને તાત્કાલિક વર્ધી બુક રાખવા માટે સૂચના આપી હતી
ત્યાર બાદ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે રેન્જ આઇજી સંદીપસિંગ, એસપી એસ.આર.ઓડેદરા સહિતના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો બાદમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાઓ ઔદ્યોગિક રીતે ખૂબ જ ઝડપથી વિકસી રહયો છે અને અહીની ટ્રાફિક સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદ કરવામાં આવી છે વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તેના માટે સરકાર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને રાજ્ય સરકાર લોકોની શાંતિ અને સલામતી માટે કટિબધ્ધ છે એટલા જ માટે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે અને અહી રોકાણકારો ઉદ્યોગ ધંધા સ્થાપે છે
અંતમાં એવું પણ કહ્યું હતું કે, ગુજરાતમાં યુવાનો નાશના રવાડે ન ચડે તે માટે નશાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા નક્કર કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ લેન્ડ ગ્રેબિંગ, લવ જેહાદના જે નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે તેનો પણ ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં બાયોડિઝલનું વેચાણ રાજ્યમાં બંધ કરવા માટે મુખ્યમંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લામાં બાયોડીઝલનું વેચાણ બંધ કરાવવા માટે સ્થાનિક અધિકારીઓને કડક પગલાં ભરવા સૂચના આપી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”