મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ
માનવીની મૂંઝવણ અસહ્ય ભાવ વધારો
SHARE
માનવીની મૂંઝવણ અસહ્ય ભાવ વધારો
પેટ્રોલ માં છે પ્રચંડ વધારો, કઠોળ માં વર્તાયો ખુબ કહેર,
તેલ માં થયો ડબલ ફેર , સરકાર હવે તો કરો કંઇક મહેર,
લાઇટ માં યુનિટ વધુ બળે તો, માણસ ના બળે જીવ,
ગેસ ના ભાવ થી ચૂલો ભલો , હવે તાળવે ચોંટ્યા જીવ ,
ઘી ગોળ તો સાવ ભુલી જ ગયા , ભાવ વધારો ભુલાવશે તેલ,
રોજગાર ધંધા છીનવાય ગયા, લોકો ક્યાંથી કરે મેળ ?
શિક્ષણ થયા ઓનલાઇન , વધ્યા મોબાઇલ તણા ખર્ચા ,
વર્તમાન સ્થિતિ ને ભુલાવી ને કરો છો ચૂંટણી કેરી ચર્ચા,
વ્યવસાય અડધા હજુ બંધ પડ્યા છે છતા ચાલુ રાખ્યા દંડ,
" રાજ " માણસ બિચારા મજબુર થયા, નેતાઓ છોડતા નથી ફંદ,
રચના
રાજેશભાઇ એસ કુકરવાડિયા,
ધ્રુવનગર-મોરબી
(સંકલન : જીગ્નેશ ભટ્ટ-મોરબી)