મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીનાં ખાનપર ગામે મહેમાન પાસેથી આઇસ્ક્રીમના રૂપિયા લેનાર દુકાનદારને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીનાં ખાનપર ગામે મહેમાન પાસેથી આઇસ્ક્રીમના રૂપિયા લેનાર દુકાનદારને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાનાં ખાનપર ગામે દુકાને બે શખ્સો આઇસ્ક્રીમ ખાવા માટે આવ્યા હતા ત્યારે કોયલી ગામના શખ્સે તેની સાથે રહેલા મહેમાન પાસેથી પૈસા લેવાની ના કહી હતી જો કે, મહેમને રૂપિયા આપતા દુકાનદારે તેની પાસેથી આઇસ્ક્રીમના રૂપિયા લઈ લીધા હતા જેથી રોષે ભરાયેલા શખ્સે અન્ય ત્રણ શખ્સોની સાથે દુકાને આવીને દુકાનદારને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને દુકાનદારે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ખાનપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ભરતભાઇ કેશવજી જીવાણી (૪૯)મુકેશભાઇ બચુભાઇ બોરીચા રહે. કોયલી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો એમ કુલ મળીને ચાર શખ્સોની સામે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, તેની દુકાને આરોપી આવેલ હતા ત્યારે આરોપી મુકેશભાઇ બચુભાઇ બોરીચામુન્નાભાઇ બોરીચા પાસેથી આઇસ્ક્રીમના પૈસા લેવાની ફરીયાદીને ના પડી હતી છતા મુન્નાભાઇએ આઇસ્કીમના પૈસા આપતા તેઓએ પૈસા લઈ લીધા હતા જેથી કરીને મુકેશભાઇ બચુભાઇ બોરીચાએ તેની સાથે બોલાચાલી કરેલ હતી અને તે વાતનો ખાર રાખીને મુકેશભાઇ સહિત ચાર શખ્સો લાલ કલરની કારમાં આવ્યા હતા અને તેને ગાળો આપી હતી બાદમાં મુકેશભાઇ બોરીચા પાવડાના હાથા વડે તેને ડાબા હાથે ફેકચર જેવી ઇજા કરી તેમજ માથામાં માર માર્યો હતો અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ પણ તેને મર્મ માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News