મોરબી પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર વેચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની કરી ધરપકડ
મોરબીનો પટેલ યુવાન આર્થિક સંકળામણને લઈને ઘરેથી ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું
SHARE
મોરબીનો પટેલ યુવાન આર્થિક સંકળામણને લઈને ઘરેથી ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું
મોરબીમાંથી થોડા દિવસો પહેલા પટેલ યુવાન ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થઈ ગયો હતો અને બાદમાં તે ઘરે પરત આવી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. આર્થિક સંકળામણ ના લીધે તે ઘરેથી ચાલ્યો ગયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના શનાળા રોડ સોમનાથ ટાવરમાં રહેતો કિરીટ દેવજીભાઇ ભટાસણા પટેલ નામનો ૩૬ વર્ષનો યુવાન ગત તા.૧૧-૬ ના ગુમ થઈ ગયો હતો જે તા.૧-૭ ના પરત ઘરે આવી ગયો હતો અને તે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કરેલ પિછપરછમાં યુવાને નિવેદનમાં જણાવ્યું હતું કે આર્થિક કારણોસર તે મુશ્કેલી અનુભવતો હોય તેની લીધે પોતે કોઇને કંઇ કહ્યા વગર ચાલ્યો ગયો હતો..!
માળીયાના કુંભારિયા ગામે વરલી જુગાર રમતો એક પકડાયો
માળીયા(મિં.) પોલીસ સ્ટાફ કુંભારિયા ગામના ઝાંપા પાસેથી નીકળ્યો હતો ત્યારે ત્યાં ઉભેલા વિક્રમ પ્રેમજી પંચાસરા કોળી (૩૫) રહે.કુંભારીયા વાળાને પકડી પાડયો હતો તે આવતા જતા લોકો પાસેથી વરલી જુગારના આંકડા લેતો હોય હાલ રૂપિયા ચોવીસો સાથે વિક્રમ કોળીની વરલી જુગાર સંદર્ભે જુગારધારા કલમ ૧૨ અ મુજબ ધરપકડ કરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડની પાસે આવેલા ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિક રમેશભાઈ બોરસાણીયા નામનો યુવાન ભુજ-અંજાર વચ્ચે હાઈવે ઉપરથી જતો હતો ત્યારે ભુજ નજીકના કુકમા ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થતાં સારવારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબીના એસપી રોડ ઉપર ઇડન ગાર્ડન પાસે રહેતો સુખદેવ વિક્રમભાઇ આંકોલીયા નામનો આઠ વર્ષનો બાળક તેના ઘર નજીક રમતો હતો ત્યારે તેને ત્યાં અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા સુખદેવ આંકોલીયાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”