મોરબીના લાતીપ્લોટના “અચ્છે દિન”, ૨૦ કરોડના ખર્ચે કરવામાં આવશે કાયાપલટ: બ્રિજેશ મેરજા
મોરબીના નવયુગ સંકૂલ ખાતે સૌરાષ્ટ્ર યુનિ. હેઠળની કોલેજોમાં વેકસીનેશન અભિયાન માટે મીટીંગ યોજાઇ
SHARE
મોરબીના નવયુગ સંકૂલ ખાતે સૌરાષ્ટ્ર યુનિ. હેઠળની કોલેજોમાં વેકસીનેશન અભિયાન માટે મીટીંગ યોજાઇ
ગુજરાત સરકારના વેક્સિનેશન અભિયાનને વેગવંતુ બનાવવા ની માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં ભણતા સ્ટુડન્ટ્સ અને તેના પરીવારજનોને વેકસીનેશન કરવાના અભિયાનના સંદર્ભમાં એક મીટીંગનું આયોજન નવયુગ કોલેજના આંગણે કરવામાં આવ્યું હતું.
જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી. ના ડાયરેક્ટર ડો.ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિતિ રહ્યા હતા અને સૌએ આગામી સમયમાં દરેક સ્ટુડન્ટને કઈ રીતે વેકસીન આપી શકાય અને સ્ટુડન્ટ કઇ રીતે સમાજમાં વેક્સીનેશન બાબતે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી શકે તે બાબતનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ ગૃપ ઓફ્ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા એ સમાપન કરતા જણાવ્યું કે આવનારા સમયમાં મોરબી જિલ્લા ની તમામ કોલેજોના વેક્સીનેશન કેન્દ્રમાં તમામ સ્ટુડન્ટ્સનું સફળતાપૂર્વક ૧૦૦% વેક્સીનેશન થાય તે માટે બધી કોલેજો દ્રારા પુરા પ્રયાસો હાથ ધરવામાં આવશે અને કોઇ કોલેજને કોઇપણ પ્રકારની જરૂર હોય તો તે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્રારા પુરી પાડવાની તૈયારી પણ બતાવી હતી. આ મીટીંગમાં મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નવયુગના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયાના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફએ જહેમત ઉઠાવી હતી
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”