ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી શાળા બંધ, શેરી શિક્ષણ આપતા માધાપરવાડી શાળાના શિક્ષકો


SHARE













મોરબીમાં સરકારી શાળા બંધ, શેરી શિક્ષણ આપતા માધાપરવાડી શાળાના શિક્ષકો
કોરોનાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હાલમાં શાળાઓ બંધ રાખવામા આવી છે ત્યારે મોરબી જિલ્લાની અનેક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે ત્યારે મોરબીની માધાપરવાડી શાળાના શિક્ષકો દ્વારા શેરીએ શેરીએ, ફળિયે ફળિયે જઈને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

હાલ કોરોના કાળના કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓ બંધ છે વિદ્યાર્થીઓને શાળાએ પ્રત્યક્ષ બોલાવવામાં નથી આવતા પણ માઈક્રોસોફ્ટ ટીમ્સ,G.- SHALA ડી.ડી.ગિરનાર જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન અને વર્ચ્યુઅલ શિક્ષણ થઈ રહ્યું છે, પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન,ટી.વી.જેવા સાધનો ન હોય એવા બાળકોનું શિક્ષણ થતું નથી,વળી જે સમજ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા આપી શકાય એ સમજ ઓનલાઈન શિક્ષણ દ્વારા ન જ આપી શકાય અને હાલમાં બ્રિજ કોર્ષ (જ્ઞાનસેતુ) નું કાર્ય પૂર્ણ થયું છે,વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુનું કાર્ય કેવું કરેલ છે?એના મૂલ્યાંકન માટે આગામી ૨૦ જુલાઈના રોજ એકમ કસોટી લેવાની હોય વગેરે બાબતોની સમજ માટે મોરબીની સરકારી શાળાના શિક્ષકો શેરીએ શેરીએ ફળિયે ફળિયે જઈને શિક્ષણ આપી રહ્યા છે,જેથી વિદ્યાર્થીઓમાં ખુબજ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News