મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

માળીયા(મી) તાલુકામાંથી ૮૦૦ લિટર બાયો ડીઝલ ભરેલા બે હરતા ફરતા પંપ ઝડપાયા


SHARE













માળીયા(મી) અને જસાપર પાસેથી ૮૦૦ લિટર બાયો ડીઝલ ભરેલા બે હરતા ફરતા પંપ પોલીસે કબ્જે કર્યા

થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બાયોડિઝલનું વેચાણ રાજ્યમાં બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જેના પગલે હાલ મોરબી જિલ્લાની અંદર પોલીસ સક્રિય બની છે અને મોરબી જિલ્લાના માળીયા તાલુકામાંથી જુદા જુદા બે જગ્યાએથી બે વાહનોની અંદર કુલ મળીને ૮૦૦ લીટર બાયો ડીઝલ કબજે કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા હાલમાં ૫.૦૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે અને કલેક્ટર તેમજ એસપી સુધી રજૂઆતો કરવામાં આવી છે આટલું જ નહીં થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકની અંદર બાયોડીઝલના ધંધાર્થીઓના ગેરકાયદે બાયોપ ડીઝલના વેચાણના ધંધા બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેથી કરીને હાલમાં મોરબી જિલ્લાની અંદર પણ પોલીસ સક્રિય બની હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

માળીયા તાલુકામાં માળીયાના જુના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી બોલેરો ગાડી જીજે ૩ બીડબલ્યુ ૯૧૩૧ રોકીને પોલીસે તલાસી લેતા તેમાં ફ્યુઅલ પંપ લગાડવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને બોલેરો ગાડીની અંદર ભરવામાં આવેલ કેમીકલને ચેક કરતા તે બાયોડીઝલ હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી કરીને પોલીસે ૪૦૦ લિટર બાયોડીઝલ જેની કિંમત ૨૭૬૦૦ અને ફ્યુઅલ પંપના ૫૦ હજાર રૂપિયા તેમજ દોઢ લાખની બોલેરો આમ કુલ મળીને ૨,૨૭૬૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે


આવી જ રીતે માળીયા તાલુકાના જસાપર ગામ પાસેથી પસાર થતા મેટાડોરને નંબર જીજે ૩ વી ૪૨૪૧ ને રોકીને પોલીસે તલાસી લેતા તેમાં પણ ગેરકાયદે ફ્યુઅલ પંપ લગાવવામાં આવેલ હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને તેમાં ભરવામાં આવેલ કેમીકલ ચેક કરતાં તે બાયોડીઝલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે હાલમાં ૪૦૦ લીટર બાયો ડિઝલનો જથ્થો કબજે કર્યો છે અને ૨૭૬૦૦ નું બાયોડીઝલ, પચાસ હજાર રૂપિયાની કિંમતનો ફ્યુઅલ પંપ અને બે લાખની કિંમતનું મેટાડોર કુલ મળીને ૨,૭૭,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે  
હાલમાં પોલીસ દ્વારા માળીયા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએથી કુલ મળીને ૫,૦૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે ૮૦૦ લીટર બાયો ડિઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે જો કે, મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં હજુ પણ બાયોડીઝલનું વેચાણ ચાલુ હોવાની બિન આધારભુત સુત્રો પાસેથી માહિતી મળી રહી છે અને આ મુદ્દે કલેક્ટર અને એસપીને અવાર-નવાર ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને અટકાવવા માટે નક્કર કામગીરી પોલીસ વિભાગ દ્વારા ક્યારેય કરવામાં આવશે તે સવાલ ઊભો થઈ રહ્યો છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News