મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે પોલીસ વાહનને ટક્કર મારીને નાશી જવાના ગુનામાં બાળઆરોપી પકડાયો


SHARE













મોરબીના ઘુંટુ રોડે પોલીસ વાહનને ટક્કર મારીને નાશી જવાના ગુનામાં બાળઆરોપી પકડાયો

મોરબીના ઘુંટુ રોડ ઉપર થોડા દિવસો પહેલા બી ડિવિઝન પોલીસ દ્વારા મોડીરાત્રીના નીકળેલ બોલેરોને રોકવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો ત્યારે બોલેરો ચાલકે તેની ગાડીને રોકવાના બદલે પોલીસની ગાડીને ટક્કર મારીને પોતાનું વાહન મારી મૂક્યું હતું જેથી પોલીસે પીછો કર્યો હતો અને ઢુવા નજીક અમુક શખ્સો બોલેરોને રેઢી મુકીને ભાગી ગયા હતા જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં પોલીસે વધુ એક બાળઆરોપી સામે કાર્યવાહી કરેલ છે.

થોડા દિવસો પહેલા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ સ્ટાફના પ્રદિપસિંહ ઝાલાએ બોલેરો કાર નંબર જીજે ૪ વાય ૧૯૬ ના ચાલક સહિત તેમા સવાર ઇસમો વિરૂદ્ધ સરકારી વાહનમાં નુકશાન કરી પોલીસની ફરજમાં રૂકાવટ કર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, મોડીરાત્રીના પોલીસ સ્ટાફ ઘુંટુ રોડે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ત્યાંથી બોલેરો ગાડી નીકળી હતી જેને રોકવા માટે ઈશારો કર્યો હતો પરંતુ વાહન ચાલકે બોલેરોને અટકાવી ન હતી અને સરકારી વાહન સાથે બોલેરો અથડાવીને સરકારી વાહનમાં નુકસાન કર્યું હતું અને બાદમાં બોલેરો લઈને નાશી ગયા હતા જેથી પોલીસે પીછો કર્યો હતો ત્યારે આરોપીઓ બોલેરો ઢુવા પાસે મૂકીને ફરાર થઇ ગયા હતા જેથી બોલેરોના ચાલક સહિત તેમાં બેઠેલા આઠેક શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે અગાઉ કરણસીંગ નિર્ભયસીંગ અંધરેણા બાવરી (ઉમર ૧૯), ધર્મેન્દ્રભાઇ સવજીભાઇ વાધેલા (ઉમર ૧૯), સતીયાળસીંગ શેમકસીંગ અંધેરલા બાવરી (ઉમર.૨૯) તેમજ સનીસિંગ બિરસિંગ અંધારેણા બાવરી (ઉમર ૨૦) રહે.બધા બોટાદ સીટી જન સોનાવાણા હોસ્પીટલ વાળાની ધરપકડ કરી હતી.ઉપરોક્ત બનાવમાં વધુ એક બાળ આરોપી સંડોવાયેલ હોય ભાવનગરના પાલિતાણામાં રહેતા બાળ આરોપીની આ અંગે પૂછપરછ કરીને તેને પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત પાંચેય ઇસમો ભૂંડ પકડવાની કામગીરી કરતા હોય એને મોડીરાત્રીના પોલીસ સામે આવી જતાં ગભરાઇ ગયા હતા જેથી પોલીસ વાહનને ટક્કર મારીને તેઓ ભાગ્યા હતા અને બાદમાં બોલેરો રેઢી મૂકીને ફરાર થઇ ગયા હતા જે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે.

યુવાન સારવારમાં

મોરબીના યદુનંદનપાર્ક વિસ્તારમાં રહેતો સહદેવ રાણાભાઇ બકુત્રા નામનો ૨૧ વર્ષનો યુવાન ઉમિયા સર્કલ નજીક બાઇકમાંથી પડી જતાં પગના ભાગે ઇજા થવાથી અહિંની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે માળીયા મીંયાણા ખાતે રહેતો રાજીવ સેવકભાઈ ધાતુ નામનો ૩૦ વર્ષનો યુવાન બે દિવસ પહેલા ડીઝલ પી જતાં તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.મોરબી નજીકના લીલાપર ગામે બેસનના કારખાનામાં પતિએ માથાના ભાગે પથ્થર ફટકારી દેતાં શીલાબેન ગગનસિંહ વિશ્વકર્મા નામની અઢાર વર્ષીય પરિણીતાને પણ સારવારમાં સિવિલે લાવવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા કોસા સિરામિકના લેબર કવાટરમાં રહેતો કાલીયાભાઈ રામભાઈ નામનો ૩૯ વર્ષનો યુવાન મોડીરાત્રીના બાઇક લઇને જતો હતો ત્યારે એન્ટિક સિરામિક પાસે તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા બનેલા અકસ્માત બનાવમાં ઈજા થતાં કાલીયાભાઈ નામના મજુર યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રાજપર ગામે થયેલ મારામારીના બનાવમાં નારણભાઈ મગનભાઈ સોલંકી નામના ૫૩ વર્ષના આધેડને ઇજા થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News