મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં રોડ રસ્તા-સફાઈની રજૂઆતનો ધોધ, નબળું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા મંત્રીનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ખારચીયા-આમરણ વચ્ચે બાઇક સ્લીપ થતાં બેને ઈજા 


SHARE











મોરબીના ખારચીયા-આમરણ વચ્ચે બાઇક સ્લીપ થતાં બેને ઈજા 

મોરબીના ખારચીયા-આમરણ ગામની વચ્ચેથી ડબલ સવારીમાં જતું બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં ખસેડાયા છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટી વાવડી ગામના સંજયભાઈ સામતભાઈ કાચોરિયા (૨૩) અને કિશન મગનભાઇ ગણેશિયા (૨૦) નામના બે યુવાનો બાઈક લઈને જતા હતા ત્યારે તેમનું બાઈક ખારચીયા અને આમરણની વચ્ચે સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સંજય અને કિશનને ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના લીલાપર રોડ ચાર માળીયામાં રહેતા કાંતાબેન રમેશભાઈ ચારોલા નામની ૪૩ વર્ષીય મહિલા પગપાળા જતી હતી ત્યારે કોઇ બાઇક ચાલકે તેમને હડફેટે લેતા કાંતાબેનને સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં 

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતો હરેશ કાનજી સારલા નામનો ૩૦ વર્ષનો યુવાન પંચાસર રોડ ઉપરથી પગપાળા જતો હતો ત્યારે કોઇ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હરેશ સારલાને પણ સારવારમાં ખસેડાયો હતો.જ્યારે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા નુરીબેન કાળુભાઈ બબુલે નામની ૩૨ વર્ષીય મહિલાને ઝેરી જનાવર કરડી જતાં તેણીને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

મારામારીમાં ઇજા 

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા ફરીદાબેન હુસેનભાઈ સાઇચા નામની ૨૦ વર્ષીય યુવતીને મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના લાલપર-જાંબુડીયા વચ્ચે આવેલ એરસલ સીરામીક નામના યુનિટમાં ગાડીમાં ટાઇલ્સ ચડાવતા સમયે પડી જતા જાહનાબેન કમલભાઈ ડામોર નામની મજુર મહિલાને સારવારમાં ખસેડાઇ હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News