મોરબી જિલ્લામાં ૭ પરીક્ષા કેન્દ્રો ઉપર ૬૧૦૩ રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો દ્વારા ક્રિષ્ણા વાલ્મિકીની હત્યાના વીરૂધ્ધમા અપાયું આવેદનપત્ર
SHARE
થોડા સમય પહેલા રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની સાગર કુરેશી અને તેની ગેંગના વિધર્મી ગુંડાઓ દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી છે આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા લાઠીચાર્જ કરીને ગંભીર રૂપથી કાર્યકરોને ઘાયલ કરવામાં આવ્યા છે ત્યારે વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે મોરચાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણા, મહામંત્રી દીનેશભાઇ પરમાર, રવિભાઇ કે. ધુમલ, રશીકભાઇ વોરા, જેઠાભાઈ પારઘી, અશોકભાઈ ચાવડા, ગોરધનભાઈ સોલંકી સહિતના સાથે રહ્યા હતા