મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો દ્વારા ક્રિષ્ણા વાલ્મિકીની હત્યાના વીરૂધ્ધમા અપાયું આવેદનપત્ર
મોરબીના વીસીપરામાથી અસામાજીક શખ્સને કરાયો તડીપાર
SHARE
મોરબીના વીસીપરામાથી અસામાજીક શખ્સને કરાયો તડીપાર
મોરબી સીટી બી ડીવીઝ્ન વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂ પોતાના કબજામાં રાખી તેનુ મોરબી સીટીના આર્થિક પછાત વિસ્તારમાં વેચાણ કરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવનાર તેમજ પોતાની પાસે છરી જેવા જીવલેણ મારક હથીયારો રાખી અને છૂટથી તેનો ઉપયોગ કરી લોકોને શારીરીક ઇજાઓ પહોચાડી અવાર નવાર ધમાલ મચાવી જાહેર વ્યવસ્થા ખોરવી નાખી પુરા વિસ્તારમાં ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાવનાર શખ્સ અબુભાઇ ફતેમામદભાઇ કટીયા જાતે મીયાણા (ઉ.૩૦) રહે. મોરબી વીસીપરા નિધ્ધીપાર્ક પાછળ, મફતીયાપરા, મોરબી વાળાને ગુજરાત પોલીસ એકટ કલમ પ૬ (ક)(ખ) મુજબ તડીપાર કરવા માટેની દરખાસ્ત મોરબીના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને આ શખ્સને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ- ભુજ, જામનગર જીલ્લાઓમાથી તડીપાર કરવા હુકમ કરવામાં આવેલ છે જેથી પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે આ કામગીરી પીઆઇ વી.એલ.પટેલની સૂચના મુજબ પ્રદીપસિંહ ઝાલા, મહેશભાઇ મંઢ દ્વારા કરવામાં આવી છે