હળવદમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધા યોજાઇ
SHARE
હળવદમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધા યોજાઇ
ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ જે દર વર્ષે બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન બ્રાહ્મણની ભોજન શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૮૩ જેટલા બાળાઓ ભાગ લીધો હતો તેમાંની એક થી ૧૦ નંબરની વિજેતા બાળાઓને ભેટ આપવામાં આવી હતી અને તમામ બાળાઓ ત્રણ નોટબુક, કંપાસ તેમજ સન્માનપત્ર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટમાં સરકારી શાળા નંબર ૪, ૭ સહિત હળવદની અલગ અલગ શાળાઓમાંથી બાળાઓએ ભાગ લીધો હતો અને ગ્રુપના સભ્ય ભાવિન શેઠ દ્વારા તમામ બાળાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટનું દાન ગ્રુપના સ્વભંડોળમાંથી આપવામાં આવ્યું હતું વધુમાં ગ્રૂપના સ્થાપક વિશાલ જયસ્વાલે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન પહેલા તમને આટલી મોટી સંખ્યા થશે તેટલો વિશ્વાસ ન હતો પરંતુ સ્પર્ધામાં ૮૩ બાળાઓએ ભાગ લેતા ખૂબ જ આનંદ થયો છે પ્રથમ નંબરે ધોરણ ત્રણની વરમોરા જૈમીની અનિલભાઈ, બીજા નંબરે વાઘેલા જાનવી હરીશભાઇ, ત્રીજા નંબરે તારબુંદિયા દીપિકા અતુલભાઇ વિજેતા બનેલ છે આ પ્રોજેક્ટમાં જજ તરીકે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના મહિલા ગ્રુપના મહિલા પ્રમુખ જયશ્રીબેન રાવલ તેમજ બહારથી પધારેલા કોમલબેન ગાંધી, પૂજાબેન જયસ્વાલ, ચેતનાબેન કાપડિયા ,આશાબેન ચૌહાણ, જલ્પાબેન પરમાર સહિતના હાજરી આપી હતી અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ અજુભાઈ, માજી પ્રમુખ વિશાલ જયસ્વાલ, સંજયભાઈ માળી, દર્શન ચાવડા, ધર્મેન્દ્રભાઈ મહેતા,ભાવિન શેઠ, સચિન ચૌહાણ, સાગર મિસ્ત્રી, જનક મિસ્ત્રીએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ માકાસણા તેમજ પંકજભાઈ લકુમ દ્વારા કરવામાં આવ્યું હતું