મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દરગાહે ગયેલા યુવાનને તેનો દીકરો મળવા માટે આવતા સસરા-સાળા સહિત ચારે યુવાનને માર માર્યો


SHARE











વાંકાનેરમાં દરગાહે ગયેલા યુવાનને તેનો દીકરો મળવા માટે આવતા સસરા-સાળા સહિત ચારે યુવાનને માર માર્યો

વાંકાનેરમાં શાહબાવાની દરગાહમાં ગયેલ યુવાનની પત્ની રિસમણે બેઠેલ છે અને દરગાહ પાસે જ યુવાનના સસરા રહેતા હોય યુવાનનો અઢી વર્ષનો દીકરો તેને જોઈ જતાં મળવા માટે આવ્યો હતો જે યુવાનના સસરા અને સાળાને સારું નહિ લગતા તેઓએ લાકડી વડે અને પથ્થરના છૂટા ઘા કરીને યુવાનને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને તેના સસાર અને સાળા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ચંદ્રપુર ગેલેકસી-૧ સોસાયટીમાં રહેતા એજાજશા ઈકબાલશા શાહમદાર જાતે ફકીર (ઉ.૨૮) એ હાલમાં આશીફશા નુરશા શાહમદાર, દાઉદશા જીવાશા શાહમદાર, અબ્દુલશા શીદીકશા શાહમદાર, જાવીદશા દાઉદશા શાહમદાર, શોહીલશા રફીકશા શાહમદાર રહે. બધા વાંકાનેર શાહબાવાની દરગાહમા મીનારા શેરી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કે, તે શાહબાવાની દરગાહએ ગયો હતો ત્યારે દરગાહની બાજુમાં જ તેના સસરા રહે છે અને તેની પત્ની નીલોફર રિસમણે બેઠેલ છે દરમ્યાન તેનો અઢી વર્ષનો દીકરો તેને જોઈ જતાં તેને મળવા માટે આવ્યો હતો જે તેના સસરા આણે સાળાને સારૂ નહી લાગતા આરોપીઓએ મંડળી રચીને લાકડી જેવા હથીયારો ધારણકરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો આણે લાકડી વડે માથામા તેમજ વાસામા ઇજાઓ કરી હતી અને આરોપી જાવીદશા દાઉદશા શાહમદાર તેમજ શોહીલશા રફીકશા શાહમદારએ લાકડી વડે અને આરોપી આશીફશા નુરશા શાહમદારએ છુટા ઈટના ઘા મારી કપાળના ભાગે ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને તેના સસરા સહિતના ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૩૩૭ જી.પી.એકટ કલમ ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરલે છે

દેશી દારૂ

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલા લાભનગરની પાછળના ભાગમાં કાલીન્દ્રી નદી પાસે બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૯૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો ઠંડો આથો મળી આવ્યો હતો જેથી કરીને ૧૮૦૦ રૂપિયાની કિંમતનો આથો, એક મોબાઇલ ફોન અને રોકડા ૧૫૦૦ આમ કુલ મળીને ૬૩૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે કિશોરભાઈ લાભુભાઈ કગથરા જાતે કોળી (ઉંમર વર્ષ ૪૮) રહે, લાભનગર વાળાની ધરપકડ કરેલ છે અને ગાડુભાઈ કિશોરભાઈ કગથરા (ઉંમર ૨૧) ને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News